________________
૩૪
પરિચછેદ ૫
મૂકીને અંગત આક્ષેપે જ કરતા હોય છે, તેવા ધૂર્ત લોકેને લીધે ઘણાના મનમાં ફિલસૂફી પ્રત્યેની કઠેર લાગણી પેદા થાય છે? અને ફિલસૂફમાં આવી અને વૃત્તિ હોય તો એ બહુ અનુચિત ગણાય.
એ તે અત્યંત અનુચિત છે.
કારણ એડેઈમેન્ટસ, જેનું ચિત્ત ખરા સતમાં સ્થિર થયેલું છે તેને જરૂર દુનિયાદારીની વિગતોમાં ઉતરવાને અથવા તેની સાથે ઝઘડીને ઈર્ષ્યા કે દ્વેષક રવાને વખત ન જ મળે; (f) અચલ અને અમર વસ્તુઓ તરફ એની નજર રહેલી હોય છે અને જે ( તને ) એ–જુએ છે તેમને (બીજા કશાથી) કશી હાનિ પહોંચતી નથી, તેમ એક બીજાને તેઓ હાનિ કરતાં નથી, પરંતુ બુદ્ધિતત્ત્વાનુસાર તે નિયમિત રીતે ચલાયમાન હોય છે; આનું ફિલસૂફ અનુકરણ કરે છે, અને બને તેટલી પોતાની જાતને એ એના જેવી કરશે. જેની સાથે સરકારપૂર્વક કોઈ માણસ સંભાષણ કરતા હોય, એનું અનુકરણ કર્યા સિવાય શું એનાથી રહેવાશે ખરું?
અશક્ય.
અને ફિલસુફ (આ તના) દિવ્ય નિયમ સાથે વાર્તાલાપ કરતે હોય છે તેથી જેટલે અંશે માનવ સ્વભાવ નિયમબદ્ધ અને દિવ્ય થઈ શકે એમ હોય (૪) તેટલે અંશે એ નિયમબદ્ધ અને દિવ્ય બને છે; પરંતુ દરેક મનુષ્યની માફક એને પણ વિક્ષેપ નડશે.
અલબત્ત,
અને જે (નિયમબદ્ધ તત્ત્વ)ને એ કઈ અલગ સ્થાનમાં નિહાળતે આવ્યું છે તે અનુસાર માત્ર પોતાની જાતને જ નહિ પણ સામાન્ય રીતે સમસ્ત મનુષ્યસ્વભાવને–પછી ભલે એ રાજ્યમાં વ્યક્ત થતો હોય કે વ્યક્તિઓમાં, તે પણ તેને ઘડવાની જે એને ફરજ પાડવામાં આવે, તો તમે શું ધારો છે કે ધર્મ, સંયમ તથા દરેક સામાજિક સગુણના સંબંધમાં એ કઈ જડ કારીગર (જેવો) નીવડશે ?
* True being'