________________
પરિછેદ ૬ ઈશ્વરની પ્રતિકૃતિ અને આકાર કહે છે તેની છાયા અનુસાર તેઓ આ વિશેનો ખયાલ ઘડશે
તેણે કહ્યું: સાવ સાચું,
અને મનુષ્યની રીતિઓ શક્ય હોય તેટલે અંશે ઈશ્વરની રીતિને () અનુકૂળ થઈ રહે એ રીતે તેઓ અમુક રેખાને ભૂંસી નાંખશે અને એને બદલે બીજી મૂકશે.
તેણે કહ્યું. ખરેખર, આથી વધારે સુંદર ચિત્ર તેઓ બીજી કોઈ રીતે કરી ન શકે.
મેં કહ્યું અને હવે આપણી સામે જાણે પૂર જેસબંધ ધસી આવે છે એમ તમે જે લેક)નું વર્ણન કરતા હતા, તેમને આટલું સમજાવવાને આપણે શું શરૂઆત નહિ કરીએ કે જે બંધારણોના ચિત્રકાર પર–આપણે રાજ્યને વહીવટ તેના હાથમાં સેંણે છે તેથી–તેઓ જેની સામે અત્યંત ગુસ્સે થયા હતા તે તે આપણે જેની પ્રશંસા કરી રહ્યા છીએ તે છે; અને હમણું તેમણે જે સાંભળ્યું તે પરથી તેઓ જરા વધારે શાંત પડશે કે નહિ ?
જે તેમનામાં જરા પણ સમજણ હોય તો તે ઘણું જ શાંત પડે.
(૩) કેમ, શું વાંધો ઉઠાવવાનું એકેય કારણ હજી પણ તેમને મળે એમ છે? ફિલસૂફ તો સત્ અને સત્યને અનુરાગી છે એ બાબત શું તેમને શંકા છે?
તેઓ એટલા અણસમજુ નહિ થાય.
અથવા આપણે એને આલેખ્યો છે તેવો એ છે તો એને સ્વભાવ ઉચ્ચતમ ઈષ્ટ (શ્રેયસ) ને અનુરૂપ છે?
આ વિશે પણ તેઓ શંકા નહિ જ કરી શકે.
પણ વળી તેઓ આપણને કહેશે કે એવા સ્વભાવને અનુકૂળ સંજોગે મળી રહે, તો પૂર્ણ રીતે સાધુ અને વિવેકી, એવો જે કદી કઈ થયો હોય તો, તે શું એ નહિ થાય ? અથવા જેને આપણે બાતલ કર્યા છે તેમને શું તેઓ પસંદ કરશે ?