________________
૪૮
૩૩૧
દુશ્મને તે નહોતા જ, તો પણ અમે હજી હમણાં જ મિત્રો થયા છીએ, તે તમે અમારી વચ્ચે ઝઘડે ઊભો ન કરે; કારણ એને અને બીજા ભાગુસેને મારા મતના હું ન કરું અથવા (મૃત્યુ બાદ) તેઓ પુનર્જીવિત થાય અને કોઈ બીજા પ્રકારના જીવનમાં આવી જ ચર્ચા કરે એ દિવસે એમને લાભ થાય એવું હું કંઈ ન કરું ત્યાં સુધી હું ખૂબ મહેનત કર્યા જ કરીશ
બહુ નજીકના ભવિષ્ય વિશે તમે વાત કરતા હે એમ લાગતું નથી.
મેં જવાબ આપ્યો; હું તો ઉલટો એ કાળની વાત કરું છું કે જે અમરત્વની સરખામણીમાં તે કંઈ વિસાતમાં નથી. છતાં ઘણા આ બધું માનવાની ના પાડે તો મને કંઈ આશ્ચર્ય થતું નથી; કારણ આપણે જે વિશે અત્યારે વાત કરીએ છીએ એ સિદ્ધ થયેલું એમણે કદી જોયું નથી; (૪) આપણું શબ્દોમાં જે સ્વાભાવિક એકતા છે તેવાં નહિ પણ કૃત્રિમ રીતે શબ્દને ભેગા મૂક્યા હોય એવા ફિલસૂફીના માત્ર લૌકિક અનુકરણને જ તેમણે જોયું છે. પરંતુ જે મનુષ્ય, પોતાને શક્ય હોય તેટલે અંશે, સગુણની સપ્રમાણતા અને આકૃતિમાં (મસા) વાચા અને કર્મનું સંપૂર્ણ ઘડાયો હેય–જે નગરરાજ્યનું સ્વરૂપ એના જેવું ન હોય તેવા રાજ્યમાં આવા માણસને શાસન કરતાં તેમણે કદી જે (૪૯) નથી, તેમાંના ઘણએ નહિ–એટલું જ નહિ પરંતુ એકે એ પણ નહિ–એમણે કદી જોયું હોય એમ શું તમે માને છે ?
ખરેખર ના.
ના, મારા મિત્ર–અને મુક્ત અને ઉદાર મનોભાવોનું નિરૂપણ જે તેમણે સાંભળ્યું હોય તે ભાગ્યે જ સાંભળ્યું હશે; ઉદાહરણ તરીકે, જે વિતંડાને અંત અભિપ્રાય અને ઝઘડામાં જ આવે છે–પછી ભલે એ –કાયદાની કોર્ટમાં થતી હોય કે સમાજમાં—પણ તેવી (વિતંડાની) બારીકીઓ તરફ ઉદાસીન રીતે જોતાં જ્યારે તેઓ જ્ઞાનની ખાતર, તેમનામાં શક્તિ હોય તે બધા ઉપાયો અજમાવતા ઉત્સાહભેર સત્યને * અભિપ્રાય અજ્ઞાનનું પરિણામ છે. જુઓ-ઉપર પૃ. ૨૦૧, ૪૨૯-૪ની ફૂટનેટ.