________________
પરિચ્છેદ ક
હું એ તમને સમજાવી શકું છું કે નહિ તેના પ્રયત્ન કરી જોઈશ. સૌ કાઈ કબૂલ કરશે કે જે ગુણા ફિલસૂફમાં હાવા જોઈ એ તે તમામ ગુણા પરિપૂર્ણ રીતે (કેાઈ એક જ વ્યક્તિના ) (૬) સ્વભાવમાં વસેલા હાય એ એટલી વિરલ વસ્તુ છે કે માણસામાં ભાગ્યે જ મળી આવે. દુ`ભ ખરી જ.
અને આવા વિરલ સ્વભાવના નારા કરે એવાં કેટલાં અસંખ્ય અને બળવાન કારણ મળી આવે છે!
કયાં કારણા ?
સૌથી પ્રથમ સ્થાને તે તેના પોતાના જ સદ્ગુણા આવે છે, તેમનાં શૌર્યાં, સયમ અને બાકીના ગુણા, જેમાંના પ્રત્યેક ગુણ પ્રશસનીય છે તે દરેક ( અને આ સૌથી વધારે વિચિત્ર ઘટના છે ) જે આત્મા એને સ્વામી છે તેને ફિલસૂફ઼ીમાં જતાં વિક્ષેપ નાંખે છે, અને એના નાશ કરે છે.
૩૧૬
તેણે જવાબ આપ્યાઃ એ બહુ જ વિચિત્ર
(૪) ત્યાર પછી જીવનની તમામ ઇષ્ટ વસ્તુએ આવે છે—સૌ, સંપત્તિ, બલ, હોદ્દો, અને રાજ્યમાં ( લાગવગવાળા ) મોટા સંબંધાએ જાતની વસ્તુઓ તમને પરિચિત છે—આની અસર પણ વિક્ષેપ અને સડેા પેદા કરવાની હાય છે,
હું સમજું છું, પણ એ વિશે તમે શું કહેવા માગે છે તે મારે વધારે સ્પષ્ટતાથી જાણવું છે.
મેં કહ્યું : સત્યસમસ્તનું તમે ગ્રહણ કરેા અને તે પણ ખરી રીતે; તેા પછી મારી અગાઉની ઉક્તિને સમજવામાં તમને મુશ્કેલી નહિ પડે તથા તમને એ વિચિત્ર લાગશે પણ નહિ.
તેણે પૂછ્યુ: અને હું એ કઈ રીતે ગ્રહણ કરી શકું ?
(૬) મેં કહ્યું: કેમ, આપણે જાણીએ છીએ કે તમામ અંકુર કે ખીજ, પછી એ વનસ્પતિનાં હોય કે પ્રાણીનાં—પણ જો તેને યોગ્ય