________________
३२०
પરિચ્છેદ ૬ અભિપ્રાય સિવાય એટલે કે તેમની સભાઓના (સમૂહોના) અભિપ્રાય સિવાય બીજું કશું શિખવાડતા નથી, અને આજે તેઓ “વિવેક કહે છે? (જ્યારે ફિલસૂફીનાં જ્ઞાન અને વિવેક તે એનાથી તદ્દન નિરાળાં જ છે.) જે જબરદસ્ત બળવાન પશુને (સમાજને) પોતે પોષે છે, તેની ઈચ્છાઓ અને મનોવૃત્તિઓને જે માણસ પોતે અભ્યાસ કરતા હોય (વ) તેવા માણસની સાથે હું તેમને સરખાવું છું—એની પાસે ક્યારે જવું, અને કેવી રીતે કામ લેવું તથા કયે વખતે અને ક્યાં કારણોસર એ ભયંકર કે એથી ઉલટું (નમ્ર) બને છે અને એની અનેક ચીસોને શે અર્થ થઈ શકે તથા જ્યારે બીજા કોઈ અમુક અવાજો કાઢે ત્યારે તે શાંત થાય છે કે ગુસ્સે થાય છે—એ બધું એને શીખવાનું છે અને તમે વધારામાં એટલું માની લેજો કે એ પશુની સતત સેવા કરીને જ્યારે એને આ બધાનું પૂર્ણ જ્ઞાન મળે છે ત્યારે તેને એ “વિવેક કહે છે. અને જે કે જે સિદ્ધાન્તો કે ઉદ્દામ લાગણીઓ વિશે પોતે બકવાટ કરે છે તેના અર્થને એને ખરેખરો ખયાલ નથી, અને એ માત્ર જબરા પશુની વૃત્તિઓ કે રુચિઓ અનુસાર, આને પ્રતિષ્ઠિત અને તેને અપ્રતિતિ, ઈષ્ટ અથવા અનિષ્ટ. કે ધર્માનુસાર કે અધર્માનુસાર કહે છે, આમ છતાં એ પિતાના () (અજ્ઞાનમય અભિપ્રાય રૂપી) જ્ઞાનનું એક તંત્ર રચે છે અને એ શિખવાડવા માંડે છે. જેમાં એ પશુને આનંદ આવે તેને “સારું અને જે એને ન ગમતું હોય તેને એ “ખરાબ” કહે છે. અને ધર્મ તથા ઉદારતા આવશ્યક છે. તે સિવાય એ વસ્તુઓનું બીજું કશું નિરૂપણ કરી શકતા નથી, કારણ એણે પિતે એ કદી જોયાં નથી, તથા એ પ્રતિષ્ઠિત અને અપ્રતિષ્ઠિત વગેરે) વચ્ચે જે મહાન અંતર છે તે બીજાંઓને સમજાવવાની એનામાં શક્તિ નથી ! ઈશ્વરના કસમ, શું આવો કેળવણીકાર દુર્લભ નથી ?
દુર્લભ ખરે જ ! અને જે કઈ એમ ધારતો હોય કે શું ચિત્રકળામાં કે શું (૬ સરખાવો ૪૨૬; તથા ૫૮૮-The Many-headed Hydra