________________
જરૂર એ એમ કરશે જ.
હવે જ્યારે એની મને દશા આવી થઈ ગઈ હશે, ત્યારે જે કોઈ નમ્રતાથી તેની પાસે આવે અને તેને કહે કે “તું તે મૂર્ખ છે અને (કારણ) તારે તે એવું જ્ઞાન મેળવવું જોઈએ કે જે માત્ર પરિશ્રમથી જ મેળવી શકાય છે”—તો તમે એમ માને છે કે આવા વિપરીત સંજાગોમાં આ બાબતો સાંભળવા એને સહેલાઈથી આકર્ષી શકાશે ?
તેનાથી એ ક્યાંયે દૂર રહેશે.
અને પિતાના સાહજિક સારપણ કે સ્વાભાવિક સમજુપણને () લીધે જો કોઈની આંખ ઉઘડે, અને એ વિરલ યુવક નમ્ર બને તથા ફિલસૂફીને દાસ થઈ જાય, તે પણ જ્યારે એના મિત્રોને એમ લાગે કે એની મિત્રીને લીધે તેઓ જે લાભ લણવાની આશા રાખે છે એ તમામ તેઓ ગુમાવી બેસે એ સંભવ છે, ત્યારે તેઓ (એની સાથે) કેવી રીતે વર્તશે ? પોતાના ઉચ્ચતર સ્વભાવને એ પોતે નમતું આપે તેની અટકાયત કરવા માટે તથા એના શિક્ષકને (એટલે કે આત્માના ઉચ્ચતર તત્ત્વને, નિર્બલ કરવા માટે, પોતાનો હેતુ સાધવા ખાનગી ખટપટ તેમ જ જાહેર કાવાદાવા કરી તેઓ શું ગમે તેમ નહિ બેલે અને કરે ?
(૯૫) એ વિશે કશી શંકા જ ન હોઈ શકે.
અને જે કોઈ આવા સંજોગોમાં આવી પડ્યો હોય તે કદી કેવી રીતે ફિલસૂફ થઈ શકે ?
અશક્ય.
ત્યારે જે ગુણે માણસને ફિલસૂફ બનાવે છે તે ને તે ગુણો– જે તેને ખરાબ શિક્ષણ મળે તે, ધનસંપત્તિ અને તેની સહચારી વસ્તુઓ તથા જીવનની બીજી કહેવાતી ઈષ્ટ વસ્તુઓ જેટલા જ—એને ફિલસૂફીથી દૂર લઈ જશે એમ કહેવામાં આપણે શું ખરા નહોતા?
આપણે તદ્દન ખરા હતા.
મારા શ્રેષ્ઠ મિત્ર, તમામ વિષયમાં સૌથી સારી (એવી ફિલસૂફીને) (૨) અનુરૂપ સ્વભાવમાં, હું વર્ણન કરું છું તેવાં, તમામ