________________
પરિચછેદ
(તેવા એમ જ કરે) એ સ્પષ્ટ છે.
ત્યારે ફિલસૂફને ઠેઠ સુધી એના વ્યવસાયમાં સુરક્ષિત રાખી શકાય એ કઈ ઉપાય તમને સૂઝે છે? () અને આપણે એને વિશે જે કહેતા હતા એટલું તમે યાદ રાખજે –કે એનામાં ત્વરા (તીવ્ર બુદ્ધિ), સ્મરણશક્તિ, શૌર્ય અને ઐશ્વર્ય હોવાં જોઈએ—આને આપણે ખરા ફિલસૂફની શક્તિઓ તરીકે સ્વીકારી હતી.
હા.
ખાસ કરીને જે એની શારીરિક શક્તિઓ તેની માનસિક શક્તિઓ જેવી જ હશે, તે બાલ્યાવસ્થાની શરૂઆતથી એવો માણસ દરેક બાબતમાં સૌથી પહેલે શું નહિ આવે ?
તેણે કહ્યુંઃ જરૂર.
અને તેના મિત્રો તથા પુરવાસીએ, તે મોટો થશે ત્યારે પોતાના જ હેતુઓ સાધવા શું એવા નમૂનેદાર યુવકને ઉપગ નહિ કરે ?
એમાં સવાલ જ નહિ.
() એને પગે પડીને તેઓ એને વિનંતી કરશે, અને તેને માન આપશે તથા એની ખુશામત કરશે, કારણ એક દિવસ જે સત્તા એને મળવાની છે તે સત્તા અત્યારે તેમને પોતાના હાથમાં રાખવી છે.
તેણે કહ્યું એવું ઘણી વાર બને છે.
અને એ જે છે તે માણસ, જે કોઈ મોટા નગરને વાસી હોય—તવંગર અને ઉમદા તથા કદાવર અધિકારી યુવાન હોય તો એવાસંજોગોમાં એ શું કરે એમ શક્ય લાગે છે? શું અસંખ્ય મહરવાકાંક્ષાઓ એનામાં નહિ હોય, અને હેલેનિક તથા જંગલી લેકની તમામ બાબતોની વ્યવસ્થા કરવાને પિતે શક્તિમાન છે એમ શું એ નહિ માની બેસે, અને આવા ખયાલ (૪) એના મગજમાં ભરાઈ જશે તેથી ખાલી દમામ તથા અર્થહીન મગરૂરીના ભરાવાથી એ શું ફુલાઈ નહિ જાય, અને પોતાની જાતને ટોચે નહિ ચડાવી દે?