________________
३२८
પરિચ્છેદ ૬ આક્ષેપ મૂકું છું તે બરાબર આ જ છે–એમાંની એકે ફિલમુકના સ્વભાવને પ્ય નથી, અને તેથી જ એ સ્વભાવ (ફિલસૂફીથી) અળગો થઈ જાય છે અને દૂષણવાળા થાય છે; જેવી રીતે કોઈ વિલક્ષણ બીજને વિદેશી ભૂમિમાં રોપવામાં આવ્યું હોય અને તે પોતાને
સ્વભાવ ખોઈ બેસે, અને નવી જમીનમાં એ આખું હારી જાય તથા પિતાની જાતને ગુમાવી બેસે, તેવી જ રીતે ફિલસૂફના સ્વભાવનો, (એના પિતાના) વ્યવસાયમાં વિકાસ સધાવાને બદલે, અધે ગતિ થાય છે, અને એ (%) જુદું (વિકૃત) સ્વરૂપ પકડે છે. પરંતુ ફિલસૂફીમાં પોતામાં જે પૂર્ણતા છે એવી પૂર્ણતાવાળું રાજ્ય છે એને કદી સાંપડે, તો એટલું દેખાઈ આવશે કે એ ખરેખર દિવ્ય છે અને બીજી બધી વસ્તુઓ, પછી ભલે એ માણસના સ્વભાવ હોય કે સંસ્થાઓ હોય તો પણ તે બધી માનુષી છે;– અને હવે, એ રાજ્ય તે કર્યું, એ પ્રશ્ન તમે પૂછવાના છે એની મને ખબર છે.
તેણે કહ્યું: ના, એ તો તમે ખોટા પડયા, કારણ હું બીજે જ પ્રશ્ન પૂછવાનો હતો—આપણે જે રાજ્યના સ્થાપક અને શેધક છીએ એ જ એ રાજ્ય કે કોઈ બીજુ?
જવાબ આપ્યોઃ હા, ઘણે અંશે આપણું; પણ મેં અગાઉ કહેલું એ તમને યાદ હશે, કે કાયદા ઘડનાર તરીકે તમે નિયમો (એક પછી એક) મૂકતા હતા, ત્યારે બંધારણના જે તત્ત્વથી તમે દેરાતા હતા (૬) તે જ તત્ત્વ પિતામાં હોય એવા કોઈ જીવન અધિકારી પુરુષની રાજ્યમાં હરહંમેશ જરૂર રહેશે.
તેણે જવાબ આપેઃ એ કહેવાઈ ગયું છે.
હા, પણ સંતોષકારક રીતે નથી કહેવાયું; તમે અમને વચ્ચે વાંધાઓ ઉઠાવીને બીવડાવી દીધા, અને એ વાંધાઓથી એટલું અવશ્ય દેખાઈ આવ્યું કે ચર્ચા બહુ જ લાંબી અને કઠણ થઈ પડે એમ છે અને જે બાકી રહ્યું છે તે સહેલું નથી પણ તેનાથી ઉલટું અઘરું જ છે.
* જુઓ ઉપર ૪૩૫-૨–૩ નીચે પ૦૪ ૩.