________________
૪૯૬
૩ર૭
ઊભા રહી તેઓ લડે અને મેક્ષ મેળવે. જંગલી પશુઓની વચ્ચે કોઈ માણસ આવી ચડ્યો હોય–તેવાની સાથે આપણે આવા માણસની સ્થિતિ સરખાવી શકીએ--એ પિતાની આજુબાજુના લોકોની દુષ્ટતામાં ભાગ નહિ લે, પરંતુ તેમના બધાના ક્રૂર સ્વભાવની સામે થવા એ એકલે શક્તિમાન પણ નહિ હોય, અને તેથી–પોતે રાજ્યને કે પોતાના મિત્રને કશા ઉપયોગમાં આવી શકે એમ નથી તે જોઈને, તથા પિતાનું કે બીજાઓનું કંઈ પણ ભલું કર્યા સિવાય એને પિતાની જીંદગી વેડફી નાખવી પડશે એમ ધારીને–તે મૌન સેવે છે,
અને પોતાને રસ્તે જાય છે. સખત પવનથી ધકેલાતા ધૂળ અને કરાના તોફાનમાં કઈ માણસ દિવાલને ઓથે રક્ષણ માટે ઊભે રહે એના જે એ છે અને બાકીની મનુષ્યજાત દુષ્ટતાથી (૬) ભરપૂર છે એમ જોઈને, જે પોતે માત્ર પોતાનું વિશિષ્ટ) જીવન ગાળી શકે અને અનિષ્ટ અથવા અધર્મથી મુક્ત રહી શકે તથા ઉજવલ આશાઓમાં (દરેકનું) ભલું ઈચ્છતો શાંતિમાં આ દુનિયા છોડી શકે, તે એ સંતુષ્ટ રહેશે.
તેણે કહ્યું: હા, અને જતાં પહેલાં એણે મહાન કાર્ય સાધ્યું હશે.
મહાન કાર્ય—હા; પણ સૌથી મહાન કાર્ય તે નહિ, સિવાય (૪૯૭) કે એને પોતાને અનુકૂળ રાજ્ય મળી રહે; કારણ જે રાજ્ય એને અનુકૂળ હોય તેમાં એ વધારે વિશાળ વિકાસ સાધી શકશે, અને પિતાને તેમજ પિતાના દેશને તારણહાર બનશે.
ફિલસૂફીને આટલું ખરાબ નામ શા માટે વળગી રહ્યું છે તેનાં કારણે હવે તે પૂરતાં સ્ફટ કરવામાં આવ્યાં છે; એની સામે જે જે આક્ષેપ મૂક્વામાં આવ્યા છે તેમાં રહેલે અન્યાય બતાવવામાં આવ્યા છે – આથી વધારે કશું કહેવાની તમારી ઇચ્છા છે?
તેણે જવાબ આપેઃ એ વિષય ઉપર કંઈ વધારે નહિ; પરંતુ હાલ જે રજપદ્ધતિઓ પ્રવર્તે છે તેમાંની કઈ પદ્ધતિ તમારા અભિપ્રાયાનુસાર ફિલસૂફીને અનુકૂળ છે?
(૨) કહ્યું. એમાંની એકે નહિ; હું એ બધાની વિરુદ્ધ જે