________________
૪૯૦
૩૧૫
તેણે જવાબ આપે ખરું.
તેમજ તમને અચૂક યાદ છે તેમ શૌર્ય, અશ્વર્ય, બુદ્ધિ, સ્મરણશક્તિ એ ફિલસૂફને સ્વભાવથી જ મળેલી સિદ્ધિઓ છે, તે ફિલસૂફના સણને હારબંધ ગોઠવી બતાવવાનું કશું કારણ નથી. અને જે કે મેં એ કહ્યું ત્યારે કાઈ () પણ તેની ના ન પાડી શક્યું, તો પણ તમે વાંધો ઉઠાવ્યો કે જે આપણે શબ્દોને છેડીને વસ્તુસ્થિતિ શી છે તે તરફ નજર કરીએ, તે જે લેકનું આ રીતે વર્ણન કરવામાં આવે છે તેમાંના કેટલાએક દેખીતી રીતે નકામાં છે અને તેમાંની મોટી સંખ્યા સર્જાશે દુષ્ટ છે; ત્યાર પછી આ દેનાં કારણો શોધવા આપણે નીકળ્યા, અને અત્યારે તો આપણો એ પ્રશ્ન ચાલે છે કે સમાજનો મોટો ભાગ ખરાબ શા માટે છે—જે પ્રશ્નને લઈને વળી પાછી આપણે ખરા ફિલસૂફની વ્યાખ્યા અને વિચારણું પાસે જરૂર આવી લાગ્યા છીએ.
બરાબર.
અને હવે ફિલસૂફના સ્વભાવમાં રહેલા સડા વિશે આપણે વિચાર કરવાને છે* સડામાંથી કેમ થોડાક જ બચવા પામે છે, અને ઘણા શા માટે ખરાબ થઈ જાય છે (૪૯૧)–જેમને દુષ્ટ નહિ પણ નકામાં કહેવામાં આવે છે તેમને વિશે હું બોલું છું—અને એ મુદ્દો પૂરા કરીશું ત્યાર પછી આપણે ફિલસૂફીનું અનુકરણ કરનારાઓ–જે ધંધે તેમનાથી ઘણો જ ઉચ્ચ છે, અને જેને માટે તેઓ નાલાયક છે– તે 'વાની જેઓ આશા રાખી બેસે છે તે કઈ જાનના માણસે છે તે વિશે અને પછી તેમની અસખ્ય અસંગતિઓને લીધે, આપણે જે વિશે વાત કરીએ છીએ તે સર્વમાન્ય આક્ષેપ તેઓ ફિલસૂફી પર અને તમામ ફિલસૂફે ઉપર કેવી રીતે લાગે છે તે બાબતે વાત કરીશું.
તેણે કહ્યું : આ સડા કયા ?
* મુદ્દો ૨. વિકૃત માનવ સ્વભાવ અને ફિલસૂફી