________________
૪૦
૩૧૦
તેણે કહ્યું: બરાબર એમ જ.
આ કારણોને લીધે તથા આવા માણસ(ના સમાજ)માં, જે સૌથી શ્રેષ્ઠ વિષય છે તે ફિલસફીના વિરેાધી પક્ષના માણસે તેની બહુ () ઊંચી કિંમત આંકે એ સંભવિત નથી; આને અર્થ એવો નથી કે તેના પ્રતિપક્ષીઓ એને સૌથી મહાન અને ચિરસ્થાયી હાનિ પહોંચાડે છે; પરંતુ (ઉલટું) જેઓ તેના અનુયાયીઓ હોવાને દાવો કરે છે, જેમાંની ઘણી મોટી સંખ્યા રખડુ લુચ્ચાઓની છે, તથા જેમાંના સારામાં સારા તદ્દન નકામા છે (તેમના તરફથી ફિલસૂફીને મહાન હાનિ પહોંચે છે) અને એ અભિપ્રાયમાં હું સંમત છું.
હી.
અને જેઓ સારા છે તેઓ શા માટે નકામા છે એનું કારણ હવે તે ફુટ થઈ ગયું, ખરું ને ?
અને
ત્યારે સમાજના મોટા ભાગમાં સડો રહેવાને જ અને જેમ પેલે બીજે દેવ ફિલસૂફીને માથે આપણે ચડાવતા (૬) નથી, તેમ આને દેપ પણ તેને માથે આપણે નહિ ઓઢાડીએ એટલું સાબીત કરવા આપણે હવે આગળ ચાલીશું, ખરું ને?
અચૂક.
અને સૌથી પહેલાં નમ્ર તથા ઉદાર સ્વભાવના વર્ણનથી શરુ કરીને આપણે પ્રશ્ન પૂછીશું અને વળતો જવાબ (૪૯૦) આપીશું. તમને યાદ હશે કે એને (ખરા ફિલસૂફને) દોરનાર સત્ય હતું, અને હરહંમેશ તમામ બાબતમાં એ તેને જ અનુસરતો; જે આટલું એનામાં ન હોય તે એ ધૂતારે છે, અને ફિલસૂફી સાથે એને કશે સંબંધ નથી.
હા, એ કહેવાઈ ગયું છે. વારુ અને અત્યારે એના (ફિલસુફને) વિશે જે ખયાલે પ્રચલિત