________________
પરિચ્છેદ ૬ સ્વરૂપ તરફ આપોઆપ વળે એવું–સ્વભાવથી જ પ્રમાણબદ્ધ અને પ્રસાદવાળું ચિત્ત પણ હોય.
() વારુ, અને આ જે ગુણો આપણે ગણાવી ગયા તે બધા શું સાથે જ નથી રહેતા; વળી જે સત છે તેના સિદ્ધ અને સંપૂર્ણ સહભાગી જે આત્માને થવું હોય, તે આત્માને એક દષ્ટિએ આ બધા ગુણો શું જરૂરના નથી ?
(૪૮૭) તેણે જવાબ આપે એ (બધા) તદ્દન આવશ્યક છે જ.
અને જેને સારી સ્મરણશક્તિ વરેલી છે, અને ( અભ્યાસમાં જેની બુદ્ધિ તીર્ણ છે એટલે કે જે ગમે તે વિષયને) જલદી શીખી શકે છે–તથા આ ગુણોની સાથે સંબંધ ધરાવતા બીજા ગુણો જેવા કે સત્ય, ધર્મ, શૌર્ય, સંયમ, એ તમામ ગુણોને જે મિત્ર છે, અને કુલિન તથા પ્રસાદવાળો છે –માત્ર આ માણસ જેને અભ્યાસ કરી શકે એ વિષય શું અનિંદ્ય હોવો ન જોઈએ ?
તેણે કહ્યું : ઈષ્યને દૈત્ય જાતે આવે તો પણ આવા વિષયમાંથી કશી ખેડ શોધી શકે નહિ.
અને મેં કહ્યું : એના જેવા માણસો જ્યારે ઉમ્મર તથા કેળવણથી પૂરા સિદ્ધ બને, ત્યારે તમે રાજ્યને વહીવટ આવાને જ સેપશો, ખરું ને?
(૨) અહીં એડેઈમેન્ટસ વચ્ચે પડો અને બોલી ઊઠ્યો : સેકેટિસ, આ કથનને કઈ ઉત્તર આપી શકે જ નહિ, કારણ જ્યારે તમે આ રીતે વાત કરે છે, ત્યારે તમારા શ્રોતાઓના મન પર કોઈ વિલક્ષણ લાગણી ફરી વળે છે. એમને લાગે છે કે પ્રશ્નો પૂછવામાં અને તેમના જવાબ આપવામાં તેઓ પૂરતા કુશળ નથી, તેથી દલીલમાં પ્રત્યેક પગલે તેઓ થોડા ઊંધે રસ્તે દેરાય છે; આ બધું થોડું ડું (ધીમે ધીમે) ભેગું થાય છે, અને ચર્ચાને અંતે તેમણે કોઈ
* સરખાવા નીચે ૫૦૬ ૨-૨