________________
૪૮૫
૩૦૭
વતી કે તેના જેવી બીજી વસ્તુઓ પ્રત્યે પણ તેને પ્રેમની લાગણી થયા વગર નહિ રહે.
તેણે કહ્યું ખરું.
અને સત્યને બાજુ પર રાખીએ તો વિવેકના જેવી બીજી કોઈ વસ્તુ છે ખરી ?
હેઈજ કેમ શકે?
એક ને એક સ્વભાવમાં જ્ઞાન અને અસત્ય એ બે પ્રત્યે અનુરાગ (૩) હોઈ શકે ખરે ?
કદી નહિ.
ત્યારે વિદ્યાને ખરે અનુરાગી, પોતાથી બનશે ત્યાં સુધી યુવાવસ્થાની શરૂઆતથી જ સમસ્ત સત્યની ઈચ્છા રાખશે, ખરું ને?
અચૂક.
પણ વળી આપણે અનુભવથી જાણીએ છીએ તે પ્રમાણે, જેની મનઃકામનાઓ અમુક દિશામાં સબળ હોય તેની બીજી દિશા તરફની ઈચ્છાઓ વધારે નિર્બળ હશે જ; કોઈ સ્ત્રોતને જેમ બીજે માગે ખેંચી જવામાં આવે તેમ એ (એની મન કામનાઓ) બીજે માગે વહેશે.*
ખરું.
જે એ સાચે ફિલસુફ હશે અને દંભી નહિ હોય, તો એને વિશે હું એટલું કહી શકું કે–જેની તમામ ઈચ્છાઓ જ્ઞાનના દરેક
સ્વરૂપ તરફ ઢળેલી છે તેવાં એ આત્માના સુખમાં મગ્ન રહેશે અને શારીરિક સુખની લાલસા એનામાં ભાગ્યે જ ઉત્પન્ન થશે.
એ તદ્દન નિઃશંક છે
એ માણસ જરૂર સંયમી હશે જ, અને લેભીથી તદ્દન ઉલટ; કારણ જે હેતુઓને લઈને બીજા કોઈ માણસને (ધન) મેળવીને ઉડાવવાની ઈચ્છા થાય તેવા હેતુઓને એના ચારિત્ર્યમાં કશું સ્થાન જ નહિ હોય.
* સરખાવો : ધમ્મપદ cf. Physiological “ theory of drainage” in nerves,
૨૦