________________
પરિચ્છેદ પ
ત્યારે અભિપ્રાય એ બંનેની મધ્યમાં વસે છે એવું તમે અનુમાન ખાંધા, નહિ ?
૨૯૮
અચૂક.
+
પણ શું આપણે અગાઉ એમ કહેતા નહોતા કે એક-જ-કાળેહાય, અને ન—પણ—હાય એવા પ્રકારની કાર્ય વસ્તુ મળી આવે, તે એ જાતની વસ્તુ શુદ્ધ સત્ત્વ અને કેવલ અસત્ત્વની વચ્ચેના ગાળામાં આવી રહેલી ગણાય; અને ( એને પેાતાને વિષય કરે એવી ) સંદેશ શક્તિ તે જ્ઞાન કે અ-જ્ઞાનની ન હોઈ શકે, પરંતુ એ ( શક્તિ ) એના વચ્ચેના ગાળામાંથી મળી આવશે ?
ખરું.
અને એ જ ગાળામાં જેને આપણે અભિપ્રાય કહીએ છીએ એવી કાઈ વસ્તુ અત્યારે મળી આવી છે, નહિ ?
મળી આવી છે.
( ૬ ) ત્યારે જે પદા સત્ત્વ અને અસત્ત્વના અંશા એક સરખી રીતે ગ્રહણ કરતા હેાય અને જેને ખરી રીતે શુદ્ધ અને સરલ કહી ન શકાય એવા પદાર્થોને શોધી કાઢવાનું કામ બાકી રહ્યું છે; આ અજ્ઞાત પદને શેાધી કાઢયા પછી આપણે ખરી રીતે કહી શકીએ કે એ અભિપ્રાયને વિષય છે, અને ત્યાર પછી દરેકને તેની અનુરૂપ શક્તિ નિર્દિષ્ટ કરી સકીએ–અંતિમ ક્ષેત્રો અંતિમ શક્તિઓને તથા મધ્યમ પ્રદેશ મધ્યસ્થ શક્તિને.
ખરુ’.
( ૪૭૯) આટલી બાબતને સ્વીકાર કરવામાં આવ્યા છે તે જે ગૃહસ્થ એવા અભિપ્રાય ધરાવતા હોય કે સૌન્દર્યાંનું નિત્ય અને પરમ એવું કંઈ તત્ત્વ છે જ નહિ—જેના અભિપ્રાયાનુસાર સૌન્દ્રય માં અનેકત્વ જ છે-એને હું પ્રશ્ન પૂછીશ, તમારા સુંદર તમાશાઓને પ્રેમી, હું કહુ છું કે જેનાથી—સૌન્દર્યાં એક છે, ધર્મ એક છે, અથવા કશુ કંઈ એક છે એમ કહ્યું સાંખી શકાતું નથી—તેને હું એમ કહીને પ્રાથીશ કે