________________
પરિચછેદ ૫
અને દ્વિઅર્થી હોય છે; અને એ જ રીતે તમારા મનમાં પણ સરવ કે અ–સત્ત્વ કે એ બંને કે તેમાંથી એકે ન હોય એ તરીકેને તે વસ્તુઓના સ્વભાવ વિશેને તમે નિર્ણય બાંધી શકતા નથી. ' કહ્યું : એવી વસ્તુઓને તમે ક્યાં મૂકશે ? સત્ત્વ અને અસત્ત્વની વચ્ચે એમને સ્થાન આપીએ એ શું વધારે સારું નથી? કારણ તે વસ્તુઓ અ–સત્ત્વના કરતાં વધારે અંધકારમાં કે અભાવમાં નથી, અથવા સત્ત્વના કરતાં પ્રકાશ અને અસ્તિત્વથી એ કંઈ વધારે (૩) પૂર્ણ નથી એ સ્પષ્ટ છે ?
તેણે કહ્યું : એ તદ્દન ખરું છે.
ત્યારે આ રીતે આપણને એટલું માલુમ પડયું હોય એમ લાગે છે કે સુંદર અને બીજી તમામ વસ્તુઓ વિશે લેકે જે અનેક ખયાલ ધરાવે છે તે બધા શુદ્ધ સત્ત્વ અને શુદ્ધ અ–સવની મધ્યના કઈ પ્રદેશમાં અફળાતા ફરે છે.
આપણને લાગે છે ખરું.
હા, અને અગાઉ આપણે કબૂલ કર્યું છે કે આપણને જે આવું કંઈ જડી આવે, તો તેનું આપણે જ્ઞાનના વિષય તરીકે નહિ પણ અભિપ્રાયની વસ્તુ તરીકે વર્ણન કરવાનું છે; (અભિપ્રાયની) મધ્યસ્થ શક્તિ દ્વારા આપી શકાય અને ગ્રહણ કરી શકાય એવો જ્ઞાન અને અજ્ઞાન વચ્ચેનો એને મધ્યસ્થ પ્રવાહ છે તેથી. *
તદ્દન ખરું.
(૬) ત્યારે જેઓ અનેક સુંદર વસ્તુઓને જુએ છે, અને છતાં પરમ સૌંદર્યને જોતા નથી, તેમ જ જે કઈ ભોમિયો ત્યાં જવાને માર્ગ તેમને દેખાડે તો તેમની પાછળ પાછળ જેઓ જઈ શકતા નથી; જે અનેક ધર્મિષ્ઠ વસ્તુઓને જોઈ શકે છે અને પરમ
* આધુનિક ખેંચ ફિલસૂફ બર્ગસનનો માનવબુદ્ધિ વિશેનો વિકાન્ત આ સાથે સરખાવવા જેવું છે,