________________
પરિચછેદ ૬
(૪૮૪) અને ગ્લાઉકાન ! આ રીતે થાક લાગે એટલા લાંબા માર્ગે દલીલ ગયા પછી જ ખરા અને ખોટા ફિલસૂફે આપણી નજર આગળ ખડા થયા છે.
તેણે કહ્યુંઃ એ માર્ગ આપણે ટૂંકાવી શક્યા હોત એમ હું માનતા નથી.
મેં કહ્યું: હું પણ નથી માનતો, અને છતાં હું ધારું છું કે અધમ એના કરતાં ધર્મિષ્ઠ માણસનું જીવન કઈ રીતે જુદું પડે છે એ જેમને જાણવાની ઈચ્છા હોય, તેવાઓએ જે બીજા ઘણું પ્રશ્નો પર વિચાર કરવો જોઈએ તેવા પ્રશ્નો વિશે આપણે વિચાર કરવાને ન હોત, અને જે આપણે આ એક જ વિષય પરત્વે આપણી ચર્ચાને સીમાબદ્ધ કરી હતી, તે કદાચ એ બંને (ખરા અને ખોટા ફિલસૂફ) વધારે સ્પષ્ટ (G) રીતે આપણી નજર આગળ ખડા થયા હતા.
તેણે પૂછયું અને હવે બીજે કયો પ્રશ્ન બાકી રહ્યો છે?
મેં કહ્યુંઃ આપણું અનુક્રમ પ્રમાણે જે બીજે તરત આ પછી આવે છે તે સ્ત—માત્ર ફિલસૂફ જે શાશ્વત અને નિત્ય છે તેનું ગ્રહણ કરી શકે છે, પણ જેઓ અનેક અને અનિત્યના ક્ષેત્રમાં ભટક્યા કરે છે તે ફિલસૂફે નથી, તો મારે હવે તમને પૂછવું પડશે કે આ બે વર્ગમાંથી ક્યા વગે આપણું રાજ્યના શાસનકર્તા થવું જોઈએ?
અને અમે એનો ખરો જવાબ કઈ રીતે આપી શકીએ ?
એ બે વર્ગમાંથી જે કઈ આપણું રાજ્યના કાયદાઓ અને સંસ્થાઓનું સૌથી સશક્ત રીતે રક્ષણ કરી (૧) શકે, તે ભલે આપણું પાલકે થાય.
ઘણું સારું.