________________
૪૭૯
૩૦૧.
ધર્મને અને એવાં ખીજા' ( તત્ત્વાને ) નહિ,—એવા લેાકેામાં જ્ઞાન નહિ પણ અભિપ્રાય છે એમ કહી શકાય ખરું તે ?
નિઃશંક.
પરંતુ જે પરમ, શાશ્વત અને અક્ષરને જુએ છે, તેમની પાસે માત્ર અભિપ્રાય નથી પણ જ્ઞાન છે એમ કહી શકાય ?
એની પણ ના નથી.
એક જ્ઞાનના વિષયાને ચાહે છે અને આલિંગે છે, અને બીજો અભિપ્રાયના વિષયે ને ? અને જે પરમ સૌંનું અસ્તિત્વ સાંખી શકતા નથી, પણ મધુર (૪૮૦ ) અવાજો સાંળલ્યા કરે છે તથા સુંદર રંગા જોયા કરે છે, તે જ આ ખીજા ( પ્રકારના ) લેાકેા છે એટલું તેા હું ખાત્રીથી કહું છું કે તમને યાદ છે જ. હા, મને યાદ છે.
તા જો એમને વિવેકના પ્રેમી નહિ પણ અભિપ્રાયના પ્રેમી કહેવામાં આવે, તે આપણે શું અનૌચિત્યને અપરાધ કર્યો કહેવાશે, અથવા આપણે તેમનું આ રીતે વર્ણન કરીએ છીએ તેથી શું તે આપણા પર ગુસ્સે થશે ?
તેઓ ગુસ્સા ન કરે એમ હું તેમને કહીશ; સત્ય પ્રત્યે કાઈ એ ક્રાધ કરવા ન જોઈ એ.
પરંતુ જે દરેક વસ્તુમાં રહેલા સત્યને ચાહે છે તેમને અભિપ્રાયના પ્રેમી નહિ પણ વિવેકના પ્રેમી કહીશું.
અચૂક.