________________
પરિચ્છેદ પ
૨૯૧
ક્ષેત્ર કે વિષય પણ ભિન્ન હશે ?× એ નિ:સદેહ છે.
સત્ત્વ એ જ્ઞાનનું ક્ષેત્ર અથવા વિષય છે, અને સત્તા સ્વભાવ જાણવા એનું નામ જ્ઞાન?
él.
અને (કેાઈ બાબત વિશે ) અભિપ્રાય હોય તેનું નામ અભિપ્રાય ?
હા.
અને જે વિશે આપણે અભિપ્રાય બાંધીએ છીએ તેનું શું આપણને જ્ઞાન હેાય છે? અથવા અભિપ્રાયને વિષય એ જ શુ` જ્ઞાનને
વિષય હાય છે?
તેણે જવાબ આપ્યા : ના, એ તેા કથારનું ખાટુ સાબીત કરી ચૂક્યું છે; જો શક્તિ વચ્ચેના ભેદને લીધે ક્ષેત્ર અથવા ( વિષયના ભેદનું પણ ગર્ભિત રીતે સૂચન થતું હાય. અને આપણે કહેતા હતા તેમ જો અભિપ્રાય તથા જ્ઞાન ભિન્ન શક્તિ હોય તેા પછી જ્ઞાનનું તથા અભિપ્રાયનું ક્ષેત્ર એક જ ન હોઈ શકે.
4)
ત્યારે જો સત્ત્વ એ જ્ઞાનનેા વિષય હાય, તેા કાઈ બીજી જ વસ્તુ અભિપ્રાયને વિષય હોવી જોઈ એ !
હા, કાઈ બીજી જ વસ્તુ.
વારુ, ત્યારે અ—સત્ત્વ શું અભિપ્રાયને વિષય છે? અથવા, વળી અ-સત્ત્વ વિશે અભિપ્રાય પણ કયાંથી બાંધી શકાય? વિચારા : જ્યારે
× જ્ઞાનના વ્યાપાર સળંગ અસ્ખલિત છે, અને છતાં એ વ્યાપાર ગમે ત્યારે અટકી જઈ શકે છે, તેમાં પહેલાં ઇન્દ્રિય પ્રત્યક્ષ, પછી અની ઉપલબ્ધિ તથા પ્લેટાના શબ્દમાં કહીએ તેા · અભિપ્રાય ’ અને છેવટે શુદ્ધ જ્ઞાન થાય; પરંતુ આ સતત એવા જ્ઞાનના વ્યાપારમાં પ્લેટા ભેદ પાડે છે, અને ત્યાં માત્ર ભૂમિકાના ભેદ છે ત્યાં અભિપ્રાય અને જ્ઞાનની શક્તિને ભિન્ન ગણીને એના વિષય પણ ભિન્ન હોવા જોઈએ એમ પ્લેટા કહે છે, જુએ ઉપરઃ— પિર, ૪: ૪૨-૪૩૦.