________________
૨
કારણ તેઓ તે જવાના જ. હવે આપણે શું એમ પકડી બેસીશું કે આ (૩) બધા અને જે બીજા લોકોની રસવૃત્તિ આવી હોય છે તેઓ તેમ જ તદ્દન નજીવી કળાઓના અધ્યાપકો પણ ફિલસૂફ છે?
મેં જવાબ આપેઃ અવશ્ય નહિ જ, તેઓ માત્ર નકલી (ફિલસૂફે) છે.
તેણે કહ્યું ત્યારે ખરા ફિલસૂફે કયા? મેં કહ્યુંઃ જેઓ સત્યદર્શનના પ્રેમી હોય છે.
તેણે કહ્યું એ પણ ઠીક, પણ એને શો અર્થ તે જાણવાનું મને મન છે.
મેં જવાબ આપોઃ બીજા કોઈને સમજાવવું હોય તે મને મુશ્કેલી પડે, પણ (તમારા વિષે તો) મને ખાત્રી છે કે હું જે વિધાન કરવાને છું એ તમે સ્વીકારશે જ.
એ વિધાન કર્યું? કે સૌંદર્ય કુરૂપતાનું વિરોધી છે તેથી એ બે ભિન્ન છે, નહિ? જરૂર. (૭૬) અને તે બે ભિન્ન છે તેથી, તેમાંનું દરેક એકર કેવલ તત્ત્વ છે! એ પણ ખરું.
અને ધર્મિષ્ટ તથા અધર્મો, ઈષ્ટ તથા અનિષ્ટ, અને બીજા દરેક વર્ગને આ ને આ ઉક્તિ લાગુ પડે છે. તેમાંના દરેકને છૂટું છૂટું લઈએ તે તે એક છે; પરંતુ ક્રિયાઓ સાથેનાં તથા વસ્તુઓ સાથેનાં તથા એક બીજા સાથેનાં તેમનાં ભિન્ન ભિન્ન સંમેલનને લીધે તેઓ કેટલાય પ્રકારનાં ભાસે છે અને (આવિર્ભાવમાં) અનેક દેખાય છે.
સાવ સાચું. અને તમાશા-પ્રેમ, કલા-પ્રેમી, વ્યવહારુ-દષ્ટિવાળો વર્ગ અને * Absolute Being.
પ્લેનાં “તોને (Eid e) સૌથી પહેલાં ૪૦૨-માં ઉલ્લેખ આવેલ તે બીજી વાર અહીં પાછાં આવે છે.