________________
૨૯૦
પરિચ્છેદ ૫ વર્ગની ઇચ્છા કરે છે, તે શું આખા વર્ગની ઈચ્છા કરે છે કે પછી માત્ર એક ભાગની ?
વર્ગસમસ્તની.
અને ફિલસૂફને વિશે શું આપણે એમ ન કહી શકીએ કે એ વિવેકના એક અંશ માત્રને પ્રેમી નથી, પણ વિવેકસમસ્તન પ્રેમી છે ?
હા, (વિવેક)સમસ્તને.
અને જે કોઈ પોતે બરાક લેવાની ના પાડે છે, એ જેમ ભૂખ્ય (#) નથી, અને તેવાની પાચનશક્તિ સારી નથી અને ખરાબ છે એમ કહી શકાય-–તેમ જ ખાસ કરીને યુવાવસ્થામાં, જ્યારે શું સારું છે અને શું ખોટું છે એને નિર્ણય બાંધવાની જેનામાં શક્તિ હોતી નથી તે ઉંમરે જેને વિદ્યા પ્રત્યે અણગમે છે તે ફિલસૂફ અથવા જ્ઞાનને પ્રેમી નથી એમ આપણે પ્રતિપાદન કરીશું ખરું ને ?
તેણે કહ્યું : સાવ સાચું.
એથી ઊલટું જેને દરેક પ્રકારના જ્ઞાનની અભિરુચિ છે અને જેનામાં જાણવાની જિજ્ઞાસા છે તથા જેને કદી સતિષ વળતો નથી એને ફિલસૂફ કહેવામાં આવે છે તે જાય છે ? મારું કહેવું ખરું છે ને ?
(૩) ગ્લાઉોને કહ્યું: જે માત્ર જિજ્ઞાસાથી જ કોઈ ફિલસૂફ થઈ જતો હોય, તો એ નામને દાવો કરનાર કેટલાંય વિચિત્ર પ્રાણીઓ તમને મળી આવશે. તમામ તમાશાઓના શેખીનેને (નવું) જાણવામાં આનંદ આવે છે અને તેથી તેમને આમાં સમાવેશ કરે જોઈએ. સંગીતના શિખાઉ પણ એવા વિચિત્ર લે છે તેમનું ફિલસૂફો માં કશું સ્થાન હોઈ ન શકે, કારણુ જ્યાં ફિલસૂફીની ચર્ચા જેવું કંઈ પણ ચાલતું હોય ત્યાં આખી–દુનિયાના–બને–ત્યાંસુધી–ન–જાય તેમાંના આ લેકે છે, જયારે (એથી ઉલટું) ડાયોનિશિયસના ઉત્સવ વખતે તેઓ આમ તેમ દોડે છે, જાણે કે દરેકે દરેક ગીત સાંભળવાને તેમણે પોતાના કાન ભાડે આપ્યા ન હોય; અને પછી એ સમારંભ ગામમાં તો હોય કે ગામ બહાર પણ એમને મન એમાં કશો ફરક પડતો નથી,