________________
૨૮૮
પરિછેદ ૫ ' મેં કહ્યું: તમે આટલી કિંમતી મદદ આપો છો તે માટે પ્રયત્ન કરવું જોઈએ. અને મને લાગે છે કે આપણે છૂટવાની કોઈ પણ બારી હોય તો તે એ છે કે ફિલસૂફેએ રાજ્યમાં અમલ કરવો જોઈએ એમ જ્યારે આપણે કહીએ છીએ, ત્યારે તેઓ તે કાણુ એ આપણે તેમને સમજાવવું જોઈશે; ત્યારે જ આપણે આપણે બચાવ કરી શકીશું; જેમણે ફિલસૂકીને અભ્યાસ કરવો જોઈએ, અને રાજ્યમાં નેતા થવું જોઈએ એવા સ્વભાવના કેટલાએક માણસે (ક) તથા બીજા જે ફિલસૂફો થવાને જગ્યા નથી અને નેતાના કરતાં અનુયાયી. એ થવા સર્જાયા છે એવા પણ મળી આવશે.
તેણે કહ્યું : ત્યારે હવે વ્યાખ્યા આપે.*
મેં કહ્યું : મારી પાછળ પાછળ આવે, અને કેઈક ને કંઈક રસ્તે હું તમને સંતોષકારી સમજૂતી આપી શકીશ એમ હું આશા રાખું છું.
ચ– લા – એ.
હું ખાત્રીથી કહું છું કે એટલું તો તમને યાદ હશે જ અને તેથી મારે તમને યાદ આપવાની જરૂર નથી કે કોઈ પ્રેમી એ નામને લાયક હોય છે, જે વસ્તુને એ ચહાય છે એના કોઈ એક અંગ પ્રત્યે નહિ પરંતુ વસ્તુસમસ્ત પ્રત્યે તેણે પ્રેમ દેખાડવો જોઈએ
(૩) મને ખરેખર સમજ પડતી નથી, અને તેથી મારી સ્મરણશક્તિને મદદ કરશો એમ વિનંતી કરું છું.
મેં કહ્યું: તમે જવાબ આપે છે તે રીતે લગભગ બીજે કઈ માણસ જવાબ આપે ખરે; પણ તમારા જેવો શોખીન માણસ જાણતો હોવો જોઈએ કે જે બધા યુવાવસ્થાના પૂર બહારમાં હોય છે તે કઈને કઈ રીતે પ્રેમીના હૃદયમાં લાગણી કે તીવ્ર વેદના ઉત્પન્ન કરે છે, અને પિતાના સ્નેહની લાગણીઓને તે લાયક છે એમ
*મુદ્દો : ૮ : ફિલસૂફની વ્યાખ્યા : પરમ તવ કે પરમ સૌંદર્યને પ્રેમી. Xપ્રેમનું સ્વરૂપ