________________
૪૯૩
૨૮૭ એક વ્યક્તિમાં ન મળે, અને જે સામાન્ય સ્વભાવના લોકો બેમાંથી એકને છોડીને માત્ર બીજાનો જ અભ્યાસ કરે છે તેમને બાજુ પર ઊભા રહેવાની (અંદર ડખલ ન કરવાની ફરજ - ડિવામાં ન આવે ત્યાં સુધી નગરરાજ્યોને અનિષ્ટોમાંથી કદી મુક્તિ નહિ મળે,–નહિ જ, મારી માન્યતા અનુસાર આખી માનવ જાતને પણ નહિ;-(૬) અને ત્યારે જ આપણું આ રાજ્ય જીવંત બને–અસ્તિત્વમાં આવે. મારા પ્રિય ગ્લાઉોન, મારે ખયાલ આવો હતો, અને આ જે અત્યંત અતિશયતાથી ભરેલો ન લાગ્યો હોત, તો મેં ખુશીથી કહી નાંખ્યો હોત; કારણ બીજા કઈ પણ રાજ્યમાં વ્યક્તિગત કે સામાજિક સુખ હોઈ જ ન શકે એમ ખાત્રી થવી ખરેખર અઘરી છે.
સેક્રેટિસ, તમે શું કહેવા માગે છે ? હું તમને એ વિચારી જેવા કહું છું કે તમે હમણાં જે શબ્દ બોલ્યા તે એ છે કે તે સાંભળતાની સાથે સંખ્યાબંધ માણસે, અને ઘણા પ્રતિષ્ઠિત માણસ પણ, એક જ ક્ષણમાં પિતાના (૪૭૪) ઝભા કાઢતા, જે કંઈ હાથમાં આવે તેવું શસ્ત્ર પકડીને, શું થાય છે તેની તમને ખબર પડે ત્યાર પહેલાં, પૂર જેસથી તેઓ તમારા પર ધસી આવશે અને શું કરવાના ઇરાદાથી તે તે પ્રભુ જાણે; અને જો તમે જવાબ તૈયાર ન રાખો તથા દલીલ આગળ ન ચલાવે તે “તેમની તીણ બુદ્ધિની સામે... તમારે તૈયાર થવું પડશે, અને એમાં શંકા નથી.
અને મેં કહ્યું તે તદ્દન ખરું હતું. છતાં એમાંથી તમને બહાર કાઢવા મારાથી બનતું બધું કરીશ; પણ હું માત્ર તમને શુભેચ્છા અને શુભ સલાહ આપીશ, અને કદાચ બીજા કેઈના કરતાં વધારે સારી રીતે તમારા પ્રશ્નોના જવાબે જવા હું શક્તિમાન થઈશ—(૪) બસ એટલું જ. અને હવે તમને આ સહાયક મળે છે તો તમે ખરા છે એમ પાખંડીઓને સાબીત કરવા તમારે ખૂબ પ્રયત્ન કરવો જોઈશે.*
કસરખા ઉપર પરિ : ૪ ૪૩૨