________________
૨૮૨
પરિછેદ પ
બરાબર એવા જ.
અને પોતે હેલેનિઝ છે તેથી તેઓ હલાસને ખેદાનમેદાન નહિ કરી નાખે, તેમ જ મકાને નહિ બાળે, તેમ એમ પણ કદી નહિ ધારે કે નગરની આખી વસ્તી–પુરુષ, સ્ત્રીઓ અને બાળકે–સનિકે જેટલાં જ તેમનાં દુશ્મને છે, કારણ તેઓ જાણે છે કે હંમેશાં
ડાક જ માણસમાં લડાઈ જગાવવાનો અપરાધ રહેલો હોય છે અને (બાકીના) ઘણું તો (એમના) () મિત્રે જ હોય છે. અને આ બધાં કારણોને લીધે તેમની જમીનો ખેદાનમેદાન કરવાનું તથા તેમનાં ઘર પાડી નાંખવાનું તેમને મન નહિ થાય. ઘણાં નિર્દોષ દુઃખ સહન કરનારાઓ પેલાં થોડાં અપરાધી મને સંતોષકારક સમાધાન કરવાની ફરજ ન પાડે ત્યાં સુધી જ તેમની સાથેની એમની દુશ્મનાવટ રહેશે.
તેણે કહ્યુંઃ આપણું પુરવાસીઓએ એમના હેલેનિક દુશ્મનોની સાથે આ રીતે વર્તવું જોઈએ એ બાબત હું સંમત થાઉં છું –તેમણે હેલેનિક લેકની જમીનને (૧) વેરાન કરવાની નથી તેમ જ એમનાં ધર બાળવાનાં નથી.
કબૂલ; અને આપણે અગાઉના તમામ કાયદાઓની જેમ આ પણ ઘણા જ સારા કાયદાઓ છે એમ માનવામાં પણ આપણે સંમત થઈશું.
તો પણ, સેક્રેટિસ, મારે કહેવું જોઈએ કે જે તમે આ પ્રમાણે જ વાત કર્યા કરશે, તો ચર્ચાની શરૂઆતમાં જે પ્રશ્નને તમે હડસેલી મૂક્યો તે બીજો પ્રશ્ન તમે તદ્દન ભૂલી જશોઃ-વસ્તુઓની (સમાજનો) આવી વ્યવસ્થા શું શક્ય છે ખરી, અને જે કદિક શક્ય હોય તો કેવી રીતે ? કારણ હું એટલું કબૂલ કરવાને તે સાવ તૈયાર છું કે તમે સચો છો તે યોજનાથી, જે માત્ર એ શક્ય હોય તો, રાજ્યને તમામ પ્રકારનાં ઈછની પ્રાપ્તિ થાય. તમે જે છોડી દીધું છે એ પણ ઉમેરીને હું કહું કે તમારા નગરવાસીઓ સૌથી બહાદૂર લડવૈયાઓ હશે, અને
* મુદ્દો : ૭ રાજ્યના અસ્તિત્વની શક્યતાને પ્રશ્ન.