________________
પરિછેદ ૫
વળી, હલાસના કઈ પણ પ્રદેશને નાશ કરવા અથવા ઘરે બાળવા બાબત કેવું વર્તન રાખવાનું છે?
તેણે કહ્યુંઃ તમારે અભિપ્રાય સંભળાવશો તે આનંદ થશે.
મારા મત અનુસાર બંનેની મના હોવી જોઈએ, હું (૨) વાર્ષિક આવક લઉં અને બીજું કંઈ જ વધારે નહિ, શા માટે એ હું કહી
કૃપા કરી કહે.
કેમ, તમે જુઓ છે કે “આંતરવિગ્રહ” અને “લડાઈ” * એ શબ્દો વચ્ચે ભેદ છે, અને મારી કલ્પના પ્રમાણે એ બંનેના અર્થમાં પણ ફેર છે. એક જે આંતરિક અને કૌટુમ્બિક છે તેને અને બીજે જે બાહ્ય અને પરદેશ સાથેનો છે તેને વ્યક્ત કરે છે; આમાંના પહેલાને આંતરવિગ્રહ અને બીજાને જ લડાઈ કહેવાય છે.
તેણે જવાબ આપેઃ એ બહુ સારે ભેદ પાડે.
(૪) અને એટલી જ યોગ્યતાથી શું હું એમ ન કહી શકું કે આખી હેલેનિક પ્રજા લેહીના સંબંધથી અને મૈત્રીથી બંધાયેલી છે અને જંગલી લેકે એને (મન) અપરિચિત અને વિદેશી છે?
તેણે કહ્યું: બહુ સારું.
અને તેથી જ્યારે હેલેનિક લેકે જંગલી લેકે સાથે લડે તથા જંગલી લેકે હેલેનિક લેકે સાથે લડે, ત્યારે તેઓ લડતા હોય તે વખતે “લડાઈ કરે છે અને સ્વભાવથી જ દુશ્મન હોય તેવું આપણે તેમનું વર્ણન કરીશું, અને આ જાતનો વિરોધ લડાઈ ગણશે; પરંતુ
જ્યારે હેલેનિક લેકે એક બીજા સાથે લડતા હોય ત્યારે તેઓ સ્વભાવથી મિત્રો છે તેથી આપણે એમ (૩) કહીશું કે હલાસમાં અવ્યવસ્થા અને અંતઃકલહ જાગે છે.
કબૂલ.
મેં કહ્યું ત્યારે ખયાલ કરે કે જેને આપણે અંતરકલહ તરીકે સ્વીકાર્યો છે તે પેદા થાય અને નગરમાં પક્ષે પડે ત્યારે જે બંને
* મુદ્દો : ૬ : ઓતરવિગ્રહ અને લડાઈ