________________
- ૨૮૧
પક્ષો એક બીજાનાં ઘરે બાળે અને ખેતરેનો નાશ કરે તે એ કલહ કેટલે દુષ્ટ ગણાય ! પોતાના દેશનો કોઈ પણ ખરે પ્રેમી પોતાની જ ધાવના અને માતાના જાતે ટુકડે ટુકડા કરી નાંખે એવું નહિ બને; જેમને પરાજય થયો છે તેમનો ખેતીનો પાક વિજેતા પડાવી લે તો તે સબળ કારણ ગણાય; પણ આમ છતાં તેમના હૃદયમાં (૬) તેઓ શાંતિનો ખયાલ જ રાખશે. અને હરહંમેશ લડ્યા કરવાનો એમનો ઈરાદો નહિ હોય. 'તેણે કહ્યું: હા, બીજી કોઈ મનોદશા કરતાં એ વધારે સારી છે.
અને જે નગરરાજ્યની તમે સ્થાપના કરે છે એ શું હેલેનિક નગર નહિ હોય ?
તેણે જવાબ આપે : એ હોવું જ જોઈએ. ત્યારે એના નગરવાસીઓ શું સારા અને સંસ્કારી નહિ હોય ? હા, બહુ જ સંસ્કારી.
અને તેઓ હલાસને શું પ્રિય નહિ ગણે, અને હલાસને એમની પિતાની ભૂમિ નહિ માને, અને એનાં સાર્વજનિક મંદિરમાં શું તેઓ (પૂજા, મેળા, ઉત્સવ આદિમાં) ભાગ નહિ લે?
અચૂક.
અને એમનામાં જે કોઈ ભેદ ઊભો થવા પામે તો તેને (૪૭૧) તેઓ માત્ર અંત:કલહ તરીકે જ ગણશે એટલે જેને “લડાઈ' કહેવાની નથી એવો મિત્રો વચ્ચેનો કલહ ?
જરૂર એને લડાઈ નથી જ કહેવાની.
ત્યારે જેમને (એકબીજા સાથે) કોઈક દિવસ સમજુત કરવાની ઈચ્છા છે તેવા પ્રતિપક્ષીઓ તરીકે તેઓ લડશે ખરું ને?
જરૂર.
મિત્રની રીતે તેઓ એક બીજાને સુધારશે, પરંતુ વિરોધીઓ ગણીને તેમનો નાશ નહિ કરે અથવા એમને ગુલામ નહિ બનાવે; તેઓ દુશ્મને નહિ, પણ (ભૂલે માટે એક બીજાને) દંડ કરનારા જેવા હશે.