________________
२४४
પરિચય ક . (૪) તેણે કહ્યું ઃ (હા), શા માટે નહિ?
ત્યારે આપણું પ્રતિપક્ષીઓના મુખમાં આપણે એક ભાષણ મૂકીશું. તેઓ કહેશે, સેક્રેટિસ અને ગ્લાઉઝોન, કઈ દુશ્મન તમને ગુનેગાર નહિ ઠરાવે, કારણ રાજ્યના પ્રથમ પાયામાંથી જ તમે એ સિદ્ધાન્ત સ્વીકાર્યો છે કે પોતાના સ્વાભાવને લાયક જે એક કામ હોય તે દરેકે કરવાનું છે. અને અવશ્ય, જે હું ભૂલતો ન હોઉં તે, એ સ્વીકાર આપણે કર્યો હતે. “અને સ્ત્રીપુરુષના સ્વભાવ શું અત્યંત ભિન્ન નથી ?” અને આપણે જવાબ આપીશું : અલબત્ત, તે ભિન્ન જ છે. પછી આપણને પૂછવામાં આવશે, અને એમના ભિન્ન સ્વભાવને અનુકૂલ થઈ પડે એવાં ભિન્ન ભિન્ન કામ પુરુષ અને (૩) સ્ત્રીઓને આપવાં જોઈએ કે નહિ?” “અવશ્ય આપવાં જ જોઈએ.” “પણ જો એમ હેય, તે પુરુષ અને સ્ત્રીઓ જેમના સ્વભાવે સર્વાશે ભિન્ન છે, તેમણે એક સરખાં કામ કરવાં જોઈએ એમ કહેવામાં તમે શું ગંભીર વિસંવાદમાં પડી જતા નથી?”—મારા સાહેબ, આવા વાંધા ઉઠાવે એવા કેઈકની વિરુદ્ધ અમારે માટે તમે શો બચાવ કરશે ?
જ્યારે એકાએક એ સવાલ કરવામાં આવે ત્યારે એને જવાબ આપ કંઈ સહેલું નથી; અને આપણી તરફેણમાં ચુકાદો મેળવી લાવવાની હું તેમને વિનંતિ કરીશ અને કરું છું.
ગ્લાઉોન, આ (બધા ખોટા) વાંધા છે, અને એ જાતના બીજા (૩) પણ ઘણું (વાંધાઓ છે, જે મેં તો કેટલાય વખત પહેલાં અગાઉથી જોયા હતા; એનાથી હું ભડકી ગયું અને એથી જ સ્ત્રીઓ અને બાળકોના ઉછેર તથા સ્વાત્મિહત્વ વિશેને કેઈ કાયદે (ઘડવાનું કામ) હાથ પર લેવાનું મને મન થતું નહતું.
તેણે કહ્યું ઃ ઝયુસના કસમ ખાઈને કહું છું કે વિષયનું નિરાકરણ કરવું જરાય સહેલું નથી.
* ગ્રીક લોકોને સૌથી મોટા દેવ.