________________
૪૬૧
સાબીત કરી આપવું જોઈએ એવી તમે માગણી કરશો કેમ નહિ કરે ?
હા, જરૂર.
(૪૬૨) રાજ્યનું બંધારણ અને કાયદાઓ ઘડવામાં કાયદા કરનારનો મુખ્ય હેતુ શો હવે જોઈએ એ પ્રશ્ન આપણી મેળે પૂછીને એક સામાન્ય ભૂમિકા શોધવાને આપણે આ પ્રમાણે પ્રયત્ન કરીશુંમહાનમાં મહાન ઈષ્ટ કર્યું છે વધારેમાં વધારે મેટું અનિષ્ટ કર્યું છે, અને પછી વિચાર કરે કે આપણે અગાઉ જેનું વર્ણન કર્યું હતું તેના પર ઈષ્ટની છાપ છે કે અનિષ્ટની ?
અવશ્ય.
જ્યાં એકતાનું રાજ્ય હોવું જોઈએ ત્યાં વિસંવાદ, વિક્ષેપ અને અનેકત્વ હોય એના કરતાં વધારે મોટું અનિષ્ટ (૪) બીજું શું હઈ શકે? અથવા એકતાના બંધન સિવાય બીજું કંઈ વધારે મહાન ઈષ્ટ હોઈ શકે ?
અને સુખ તથા દુઃખના પ્રસંગોમાં જ્યાં સમાન ભાગીદારી હોય; જ્યાં હર્ષ કે શોકના પ્રસંગે તમામ નગરવાસીઓ આનંદ પામે કે દિલગીર થાય, ત્યાં જ એકતા રહે ખરું ને?
એમાં શંકા નથી.
હા; અને જ્યાં સમાન નહિ પણ માત્ર અંગત લાગણીઓને જ સ્થાન હોય, ત્યાં રાજ્ય અવ્યવસ્થિત થઈ જાય–જ્યારે નગર ઉપર કે પુરવાસીઓ ઉપર જે કંઈ આવી પડે તે ને તે જ બનાવોને લીધે અર્ધી દુનિયાને (નગરને મન) ઉત્સવ જેવું લાગે અને બાકીની (૪) શેકમાં ગરકાવ થઈ ગઈ હોય ?
જરૂર.
મારું” અને “જે–મારું–નથી તે” તથા તેનું” અને “જે-તેનું– * મુદ્દો : ૩ : સામ્યવાદનો અંતિમ હેતુઃ રાજ્યની એક્તા.