________________
- ૨૭૩
કેવી રીતે ?
કેમ, અલબત્ત તેઓ (બધાં) સાથે જ ચડાઈ કરવા જશે; અને કારીગરનું છોકરું જેમ (એના બાપને કામ કરતો જુએ છે) તેમ, મોટા થઈને જે કામ એમને કરવું પડવાનું છે તે તેઓ જોઈ શકે એટલા માટે જેટલાં બાળકે પૂરતાં (૪૬૭) સશક્ત હશે તેમને તેઓ સાથે લઈ જશે અને જોવા ઉપરાંત તેમણે મદદ કરવી પડશે અને લડાઈમાં ઉપયોગી થવું પડશે તથા તેમના પિતાઓ તથા માતાઓની તહેનાતમાં ઊભા રહેવું પડશે. કુંભારના છોકરાઓ ચાકને અડે ત્યાર પહેલાં કેટલાયે વખતથી તેઓ કેવી રીતે જોયા કરે છે અને મદદ કરે છે તેવું શું તમે કલાઓના ક્ષેત્રમાં નથી જોયું ?
હા, જોયું છે.
અને પિતાનાં બાળકોને શિક્ષણ આપવામાં તથા તેમની ફરજે જેવાની તથા અદા કરવાની તક આપવામાં આપણુ પાલકે કરતાં શું કુંભારે વધારે ધ્યાન આપશે?
તેણે કહ્યું એ વિચાર જ હાસ્યાસ્પદ છે.
બીજા પ્રાણીઓમાં હોય છે તેમ પિતાના બાળકની (૬) હાજરીને લીધે તેઓમાં અત્યંત શૌય પ્રકટશે–એ જાતની માબાપ પર થતી અસર પણ આપણે ધ્યાનમાં લેવાની છે.*
એ સાવ સાચું છે, સોક્રેટિસ; અને છતાં જે લડાઈમાં ઘણી વાર બને છે તેમ તેઓ હારે તે એમાં જોખમ કેટલું મોટું છે! તેમનાં માબાપની સાથે આપણે બાળકોને પણ ગુમાવી બેસીશું અને પછી રાજ્યની ખોટ કદી પૂરાઈ નહિ શકે. *
' કહ્યું: ખરું, પણ તમે એમને શું કદી કશું જોખમ ખેડવા જ નહિ ?
મારે કહેવાનો આશય જરા પણ એ નથી. | * એથી ઉલટું, બાળકની હાજરીને લીધે કદાચ પાલકોમાં ભય પણ પેસે એ તરફ પ્લેટનું ધ્યાન ગયું લાગતું નથી.
૧૮