________________
ર૭૪
પરિછેદ ૫
વાર, પણ જો તેઓને જોખમ ખેડવા જ દેવાનું હોય તો તે પ્રસંગ શું એવો ન હોવો જોઈએ કે જે તેઓ તેમાંથી (એ કસોટીમાંથી) બચે તો તેઓ વધારે બળવાન થઈને નીકળે ?*
એ સ્પષ્ટ છે.
(૪) ભવિષ્યમાં જેઓ સૈનિકે થવાના છે તેઓ તેમની કિશોરાવસ્થાના દિવસોમાં લડાઈ થતી જુએ છે કે નથી જોતા એ એટલી મહત્ત્વની બાબત છે કે એને માટે થોડું જોખમ ખુશીથી ખેડી શકાય.
હા, બહુ મહત્ત્વની છે.
ત્યારે આપણું પહેલું પગથિયું આ હોવું જોઈએ,–આપણાં બાળકોને લડાઈનાં પ્રેક્ષકે કરવાં; પણ તેમને કશી હાનિ ન પહોંચે એ માટે આપણે યોજના કરવી જોઈશે; પછી બધું ઠીક થઈ પડશે.
ખરું.
લડાઈમાં શાં શાં જોખમ છે એ પ્રત્યે એમનાં માબાપ આંધળાં નહિ હોય પણ માનુષી અગમચેતીથી જોઈ શકાય તે અનુસાર ક્યાં આક્રમણમાં (૩) જોખમ છે અને કયાં સહીસલામત છે, એટલું તેઓ જાણે છે એમ માની લઈશું.
એટલું માની લઈશું.
અને સહીસલામત આક્રમણોમાં તેઓ તેમને સાથે લઈ જશે, અને જોખમવાળામાં ( લઈ જતાં પહેલાં) તેઓ જરા વિચાર કરશે.
ખરું.
અને તેઓ તેમને ( લડાઈના) અનુભવોને લીધે જેઓ અત્યંત પ્રવીણ યોદ્ધાઓ થયા હોય એવાના હુકમ નીચે મૂકી જશે, અને આ યોદ્ધાઓ તેમને દરશે અને શિક્ષણ આપશે.
બહુ જ યોગ્ય રીતે.
છતાં લડાઈનાં જોખમની હમેશાં અગાઉથી ખબર પડતી નથી; એમાં (આકસ્મિક) સંજોગોનું બળ ઘણે અંશે રહેલું હોય છે.
ત્ર અહીં પ્લેટે લગભગ જર્મન લેખક વિશેની માફક દલીલ કરે છે.