________________
RE
પરિચ્છેદ પ
માન મળશે; દરેક વરાફરતી એને મુકુટ પહેરાવશે. તમારે શા અભિપ્રાય છે?
મરી સંમતિ છે.
અને એને સહચારમાં (કાઈ ને ) જમણા હાથ મળે એ વિશે તમે શું કહેશો?
એમાં પણ હું સંમત છું.
પણ મારી બીજી દરખાસ્તને તમે ભાગ્યે જ સંમતિ આપશે. તમારી દરખાસ્ત શી છે?
કે એણે તેમને ચુંબન કરવું જોઈએ અને તેમણે એને.
અચૂક, અને મને તેા એનાથી પણ આગળ જઈ (૪) એમ કહેવું ગમે જ્યાં સુધી સંગ્રામ ચાલુ રહે ત્યાં સુધી જે કાઈ ને ચુમ્બન કરવાનું એને મન થાય, તેને એ ચુમ્બન કરે તેા એણે ના પાડવાની નથી. જેથી કરીને સૈન્યમાં કાઈ આશક હાય પછી એના પ્રેમના વિષય કાઈ યુવક હોય કે કુમારી હોય, તે પરાક્રમ કરી ઈનામ મેળવવાને એ વધારે પ્રેરાય.
મેં કહ્યું : ઉત્તમ. કે શુરવીર્ માણસને બીજા કરતાં વધારે પત્નીઓ હશે એ કયારનું નિશ્રિત થઈ ગયું છે. * અને એને ખરે તેટલી વધારે પ્રજા થઈ શકે એ માટે એવી બાબતમાં બીજા કરતાં પહેલી પસંદગી કરવાને હક રહેશે.
કબૂલ.
વળી હાભરના મત પ્રમાણે બહાદુર યુવાનોને માન ( ૬ ) આપવાની એક ખીજી રીત છે; કારણુ એડ્રેસે લડાઈમાં નામના મેળવી ત્યાર પછી એને (બિખ્તરીયાળ ) પૃષ્ઠ ભાગા કેવી રીતે આપવામાં આવ્યા એ વિશે એ કહે છે; અને એ માનનું ચિહ્ન છે એટલું જ
જીએ ઉપર ૪૬૦-વૈં.
૧ Il : 7–321.