________________
१७२
પચ્છિત પ
આપણા સિદ્ધાન્તાનુસાર જે જીવન બધા કરતાં શ્રેષ્ઠ છે તે સુરક્ષિત અને સવાદી જીવનથી એને સ ંતાષ ન વળે, પણુ સુખ વિશેનો જુવાનીનો જે ખાટા ખયાલ એના મગજમાં ભરાઈ ગયેા હાય તેનાથી માહ પામીને, આખા રાજ્યનેા (૪) પાતે એકલા ધણી થવા માગે, તે! 'આખા કરતાં અરધું વધારે છે,' એમ જ્યારે હિંસિયડ ઓઢ્યા હતા, ત્યારે એનું વાક્ય કેટલું વિવેકપૂર્ણ હતું તે એને શીખવું પડશે.
.
જો એ મારી સલાહ માગે તેા હું એને એમ જ કહું કે : આવું જીવન ગાળવાનું જો તમને કહેવામાં આવે છે તે તમે જ્યાં છે ત્યાં ને ત્યાં જ રહે.
મે કહ્યું : ત્યારે તમે સમત થાઓ છે કે પુરુષા તથા સ્ત્રીઓનું જીવન આપણે વર્ણન કર્યું છે તેવું એક જ પ્રકારનું રહેશે—સમાન કેળવણી, સમાન (માલિકીનાં ) બાળકા; અને તે નગરમાં રહે કે લડાઈ વખતે બહાર જાય તે પણ તે બંનેએ એકી સાથે જ પુરવાસીઓ ઉપર નજર રાખવાની છે; કુતરાઓની જેમ તેમણે સાથે જ ચોકી કરવાની છે અને સાથે જ શિકાર (૩) કરવાને છે, અને બધી બાબતામાં અને હ ંમેશાં, તેમની ભાગ લેવાની શક્તિ દ્વાય તેટલે અંશે, સ્ત્રીઓએ પુરુષાનાં ભાગીદાર બનવાનું છે? અને એમ કરવામાં તેઓ જે કઈ શ્રેષ્ઠ છે તે જ આચરશે, અને બંને જાતિ વચ્ચેને જે સ્વાભાવિક સબંધ છે એ તેઓ તેાડી નહિ નાંખે પણ ( ઉલટા ) તેને જાળવી રાખશે. તેણે જવાબ આપ્યા : હું તમારી સાથે સમત થાઉં છું. મે કહ્યું ; જેવી રીતે ખીજા પ્રાણીઓમાં છે તેવી રીતે માણ્યુંામાં પણ આવી સમાજવ્યવસ્થા શકય છે કે કેમ, અને જો શકય હોય તા કઈ રીતે શકય છે એ પ્રશ્ન હજી પૂછ્યાનેા રહે છે?
હું પ્રશ્ન સૂચવવા જતા હતા ત્યાં તમે અગાઉથી કહી દીધા. (૬) મે` કહ્યું: તેઓ કેવી રીતે લડાઈ કરશે એ જાણવું તે કંઈ બહુ મુશ્કેલ નથી. *
* મુદ્દો પ : લડાઇ વિશે પ્રાસગિક વિચાર,