________________
પરિછેદ ૫
પોતાના સહકારથી શાસનકર્તામાં એક પિતાનો મિત્ર છે, અને બીજે મિત્ર નથી એમ કોઈ શાસનકર્તા બોલતે હોય ? *
હા, ઘણી વાર.
અને મિત્રમાં પોતાને રસ પડે છે એ રીતે એનું વર્ણન કરે તથા એ રીતે એને ગણે, અને પેલા બીજા માટે, (ક) એને જાણે કશી લેવાદેવા ન હોય તેમ, તેને એક અજાણ્યા માણસ તરીકે લેખે !
બરાબર એમ જ.
પરંતુ શું આપણે પાલકમાં કઈ બીજા પાલકને વિશે એ અજા હોય તે રીતે બેલે કે વિચારે ખરે ?
અવશ્ય નહિ જ; કારણ છે કેઈને મળે તે બધાને તેઓ ભાઈ કે બહેન, અથવા બાપ કે મા, અથવા પુત્ર કે પુત્રી, અથવા પોતાની સાથે જેમને આ સંબંધ છે તેમનાં બાળક કે માતાપિતા તરીકે ગણશે. ' કહ્યું? ઉત્તમ, પણ હજી એક વાત મને જરા પૂછવા દે ? શું તેમનું માત્ર નામનું જ કુટુંબ હશે; (૩) અથવા એમનાં દરેક કાર્યમાં એ (કુટુંબના) નામને તેઓ ખરું કરી બતાવશે ? દાખલા તરીકે, “પિતા” શબ્દના ઉપગમાં, પિતા (પુત્રની) સંભાળ રાખે તેને તથા કાયદાની આજ્ઞા અનુસાર પુત્રનાં પિતા પ્રત્યેનાં માન ફરજ અને આજ્ઞાપાલનને પણ સમાવેશ થઈ જશે અને આ ફરજોનું જે કોઈ ઉલંઘન કરે તે અપવિત્ર અને દુષ્ટ માણસ છે તથા મનુષ્ય કે પરમેશ્વરને હાથે એનું ભલું થવાનો સંભવ નથી એમ ગણશે કે નહિ ? તથા જેઓનું તેમનાં માબાપ અને બાકીનાં સગાંસંબંધીઓ તરીકે એમને (બાળકોને ઓળખાણ કરાવવાનું છે, તેમના વિશેનાં જે ગીતે તમામ પુરવાસીઓ એમને (બાળકને) વારંવાર ગાઈ સંભળાવશે એ ગીતે તે આવાં હશે કે નહિ ?
* માત્ર પાલકમાં જ સામ્યવાદ અને સમાન માલીકી હોય એ રીતે કોઈ વાર લેટો વાત કરે છે; જ્યારે કોઈ વાર તમામ પુવાસીઓને સામ્યવાદનો સિદ્ધાન્ત લાગુ પડતો હોય એ રીતે એનાં પાત્રો દલીલ કરે છે.