________________
२६४
પરિચ્છેદ ૫ નથી તે” એવા શબ્દોના ઉપયોગ વિશેના મતભેદમાંથી આવા ભેદે સામાન્ય રીતે ઊભા થાય છે.
બરાબર એમ જ.
અને એક જ વસ્તુને વિશે, એક જ રીતે, “પોતાનું” અને પારકું' એવા શબ્દો વાપરનારાઓની સંખ્યા જે રાજ્યમાં સૌથી મોટી હોય એ રાજ્ય વધારેમાં વધારે સુવ્યવસ્થિત છે ખરું ને?
તદ્દન ખરું.
અથવા વળી બીજી રીતે જોઈએ તો (જે ઉદાહરણ) વ્યક્તિગત જીવનની અત્યંત સમીપ આવી લાગે છે—જેમકે શરીરમાં કોઈની એક માત્ર આંગળીને ઈજા થઈ હોય, ત્યારે આખું ખેળીયું જાણે આત્મા તેનું કેન્દ્ર હોય એ રીતે તે તરફ ખેંચાય છે અને આત્મામાં રહેતી શાસનશક્તિના (અધિકાર) નીચે જાણે એક તંત્રમાં ગોઠવાતું હોય (૯) તેમ એ ઈજાને એને અનુભવ થાય છે અને (શરીર) સમસ્ત એક થઈને જે ભાગને ઈજા થઈ હોય તેની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે, અને આપણે કહીએ છીએ કે માણસને આંગળીમાં દુઃખ થાય છે. અને શરીરના બીજા કોઈ ભાગમાં પીડાને લીધે દુઃખનું સંવેદન થતું હોય અથવા પીડા શાંત થવાને લીધે સુખ લાગતું હોય ત્યારે પણ આપણે એ જ રીતે બેલીએ છીએ. *
તેણે જવાબ આપેઃ સાવ સાચું અને હું તમારી સાથે સંમત થાઉં છું—કે જે સર્વસામાન્ય લાગણીનું તમે વર્ણન કરે છે તે તથા સૌથી સુવ્યવસ્થિત રાજ્યના બંધારણ વચ્ચે ઘણું સામ્ય છે.
તો પછી કોઈ પણ પુરવાસી ઈષ્ટ કે અનિષ્ટને (૬) અનુભવ કરે ત્યારે આખું રાજ્ય એ વિષયને પોતાને ગણશે, અને તેની સાથે કાં તો આનંદ અનુભવશે અને નહિ તે શક કરશે ?
તેણે કહ્યુંઃ હા, સુવ્યવસ્થિત રાજ્યમાં એમ જ બનશે.
* દુઃખનો અભાવ એટલે સુખ એ સિદ્ધાંતાનુસાર “પીડા શાંત થવાને લીધે સુખ લાગતું હોય” એમ પ્લેટો કહે છે.