________________
२९२
પરિચ્છેદ છે પ્રજાને ઉછેરવામાં નહિ આવે અને તેથી તેમણે એ પ્રમાણે જોગવાઈ કરી લેવી. *
તેણે કહ્યું : એ વિધાન પણ કંઈ ખોટું નથી. પણ કેણ (). બાપ અને કોણ દીકરાઓ વગેરે બાબતની એમને ખબર જ ક્યાંથી પડશે?
એમને તો કદી નહિ જ પડે, (પરંતુ) એનો રસ્તો આ પ્રમાણે નીકળશે –લગ્નના દિવસથી શરુ કરીને સાત અને નવ માસની અંદર જે છોકરાઓ જન્મશે તેને પુત્રો તથા જે છોકરીઓ જન્મશે તેને (જેનું એ વખતે લગ્ન થયું હશે તે) વર પિતાની પુત્રીઓ ગણશે, અને બાળકે તેને પિતા કહેશે; અને એમની પ્રજાને પોતાનાં બાળકોનાં બાળક ગણશે, અને વધારે મોટા વડીલેને એ બાળકે, માતામહીઓ અને પિતામહ કહી બોલાવશે. તેમના પિતા અને માતાઓ જ્યારે ભેગાં મળ્યાં ત્યાર પછી જે બધાંને જન્મ થયો તે તમામ ભાઈઓ અને બહેને કહેવાશે, અને (૬) હું કહેતો હતો તેમ એટલાંને અંદર અંદર પરણવા દેવામાં નહિ આવે. તો પણ ભાઈઓ અને બહેનો વચ્ચેના લગ્ન સામે સખત પ્રતિબંધ રહેશે એમ આનો અર્થ કરવાને નથી; જે પિથિયાની દેવવાણુની એમને અનુમતિ મળે અને ચિઠ્ઠીઓ જે એમના પર મહેરબાની કરે, તો કાયદો એમનાં લગ્નોની આડે નહિ આવે. *
તેણે જવાબ આપ્યોઃ તદ્દન ખરું.
જે યોજનાનુસાર, ગ્લાઉઝેન, આપણા રાજ્યના પાલકે તેમની પત્નીઓ તથા કુટુઓ પર સમાન સ્વામિત્વ ભોગવશે તે યોજના આ પ્રકારની છે. અને બાકીની રાજ્યવ્યવસ્થાની સાથે આ સુસંગત છે તથા આનાથી બીજું કશું વધારે સારું ન હોઈ શકે એમ આપણી લીલે
જ ભાઈ-બહેનનો સંબંધ પલેટો એવી રીતે ઘણાવે છે કે જેઓ ખરેખર એટલે કે એક જ માબાપનાં બાળકો હોય તેઓ ભાઈ-બહેન ન કહેવાય, એટલે કે તેઓ પરણે પણ ખરો--આવી પરિસ્થિતિ તરફ પ્લેટનું યાન ગયું લાગતું નથી.