________________
૪૫૬ અને ખરી રીતે તે એના વિરુદ્ધનું જે આચરણ અત્યારે પ્રચલિત છે એ જ કુદરત (ના નિયમોને ભંગ કરે છે.
એમ દેખાય છે ખરું.
પહેલાં આપણુ દરખાસ્ત શક્ય હતી કે નહિ તે, અને પછી એ (શક્ય હોય તે) સૌથી વધારે લાભદાયક છે કે નહિ એ વિશે આપણે વિચાર કરવાને હતો ખરું ને ?
હા. અને એની શક્યતાને તે સ્વીકાર થઈ ચૂક્યો છે? હા. એનાથી જે મહાન લાભ થવાનું છે એ હવે સાબીત કરવાને રહ્યો. બરાબર એમ જ.
તમે એટલે સ્વીકાર કરશે કે જે કેળવણી લીધાથી કોઈ પુરુષ સારે પાલક થઈ શકે, એ જ કેળવણીથી એક સ્ત્રી પણ સારી પાલન કરનાર પાલિકા થઈ શકે; કારણ (૪) શું એમને મૂલ સ્વભાવ એકસરખે નથી ?
હા. તમને એક સવાલ પૂછવાનું મને મન થાય છે. શે સવાલ ?
તમે શું કહેશો–કે બધાં માણસો ગુણમાં સરખાં હોય છે, કે પછી એક માણસ બીજા કરતાં વધારે સારો હોય છે?
તમે પાછળથી કહ્યું તે.
અને જે સમૂહતંત્ર આપણે સ્થાપીએ છીએ તેમાં આપણું આદર્શ યોજનાનુસાર ઉછેરેલા પાલકે કે પછી જેને માત્ર જોડા સીવવાનું જ શિક્ષણ આપવામાં આવ્યું છે તેવા મોચીઓ માનવતાની પૂર્ણતાએ વધારે પહોંચ્યા હશે ?
* જુઓ ઉપર ૪૫૦-.