________________
માત્ર પરિપકવ ઉંમરનાને જ ચૂંટી કાઢું છું.
અને તમારા કુતરાઓ અને પક્ષીઓની પ્રજોત્પત્તિમાં જે સંભાળ રાખવામાં ન આવે, તે તે તેમની ઓલાદ હલકી થઈ જાય ખરું ને ?
અવશ્ય.
અને ઘોડા તથા સામાન્ય રીતે બીજા પ્રાણીઓ વિશે પણ આ ખરું છે?
એમાં શંકા નહિ.
મેં કહ્યું : ભલા ભગવાન ! જે આ ને આ સિદ્ધાન્ત મનુષ્યજાતને પણ લાગુ પડતું હોય, તે મારા પ્રિય મિત્ર, આપણું શાસનકર્તાઓમાં કેટલું બધું નૈપુણ્ય હેવું જોઈશે ?
(૪) જરૂર, એ સિદ્ધાન્ત લાગુ પડે છે જ; પણ એમાં કોઈ વિશિષ્ટ નૈપુણ્યની જરૂર કઈ રીતે છે?
મેં કહ્યું? કારણે આપણું શાસનકર્તાઓએ સંધને ઘણી વાર ઔષધ આપવું પડશે. હવે તમે તે જાણે છે કે જ્યારે માંદાં માણસને દવાની જરૂર હતી નથી પણ માત્ર અમુક પશ્ચના સેવનની જ જરૂર હોય છે, ત્યારે કેાઈ હલકે વૈદ્ય પણ આ કામ માટે સારે ગણાય. છે; પણ જ્યારે કંઈ ઔષધ આપવાની જરૂર પડે ત્યારે ખરેખર બાહોશ વૈધ જઈએ.
તેણે કહ્યું એ તદ્દન ખરું છે, પણ કઈ વસ્તુને ઉદ્દેશીને તમે આમ બેલે છે ?
મેં જવાબ આપેઃ મારે કહેવાનો ભાવાર્થ એ છે કે પિતાની પ્રજાના હિતના અર્થે આપણું શાસનકર્તાઓને કેટલાંય જુઠ્ઠાણું અને છલના ઘૂંટડાની જરૂર પડશે; આપણે (૩) એમ કહેતા હતા કે ઔષધ તરીકે આ બધી વસ્તુઓને ઉપયોગ લાભકારક થઈ પડે.
અને આપણું કહેવું તદ્દન ખરું હતું. જુઓ ઉ૫ર પરિ. ૨, ૩૮૨, ૩, ૩૮૯ મ, ૪૧૪ – જજુઠ્ઠાણું.