________________
પરિછેદ સમાજ ઉપર જેની કેટલીયે સત્તા ચાલે છે, અને જે (લેકના મગજમાં) કેટલું ઠસાવી શકે છે. *
મેં કહ્યું : ખરું, અને ગ્લાઉઝોન, બીજી બધી વસ્તુઓની જેમ આ પણ સુવ્યવસ્થિત રીતે થવું જોઈએ; ધન્ય લેકના નગરમાં (૩) પાશવતા એક અપવિત્ર વસ્તુ ગણશે અને શાસનકર્તાઓ એની મના કરશે.
તેણે કહ્યું હતું, અને પાશવતાની છૂટ અપાવી ન જોઈએ.
ત્યારે માતૃપદ પવિત્રમાં પવિત્ર ગણુય એ બીજી બાબત આપણે સાધવાની છે એ સ્પષ્ટ છે, અને સૌથી વધારે જીવનપ્રદ છે એ જ સૌથી વધારે પવિત્ર ગણાશે
(૪૫૯) એમ જ.
અને લગ્નોને વધારેમાં વધારે લાભકારક કેવી રીતે કરી શકીએ ?– હું પ્રશ્ન તમને પૂછું છું, કારણ હું તમારા ઘરમાં શિકાર કરવા રાખેલા કુતરાઓ જોઉં છું, અને ઉત્તમ જાતનાં પક્ષીઓ પણ કંઈ ઓછાં નથી. હવે હું તમને વિનંતી કરું છું કે મને કૃપા કરી કહો—એમનામાં જે નર માદા ભેગા થાય છે, અને જે રીતે પ્રજોત્પત્તિ થાય છે એ તરફ તમારું કદી ધ્યાન ગયું છે?
એની કઈ વિગતો પર?
કેમ, સૌથી પહેલાં તો, એ બધાંની જાત (એકંદર) સારી હોય તો પણ કેટલાંક બીજાંથી વધારે સારાં શું નથી હતાં ?
ખરું.
અને શું કંઈ પણ દરકાર વગર તમે એમની પ્રજા વધવા દે છે, કે પછી જે સૌથી સારાં હોય એ જ ભેગાં મળે એવી તમે સંભાળ લે છે ?
સૌથી સારાં હોય તે જ.
(G) અને વળી સૌથી વૃદ્ધ હોય છે અથવા સૌથી નાનાં હેય. તેમને તમે લે છે, કે માત્ર પરિપકવ ઉંમરનાં ને?