________________
૫૮
કઈ રીતે પાર પાડશે એ વિશે હું પરીક્ષણ કરીશ, અને હું સાબીત કરી આપીશ કે આપણી જના, જે અમલમાં મૂકવામાં આવે છે, રાજ્યને તથા પાલને અત્યંત હિતકર થઈ પડશે. જો તમને કશે વાંધો ન હોય તો, આવાં પગલાંથી શા શા ફાયદા થાય એ વિશે તમારી મદદથી વિચાર કરવા હું પ્રયત્ન કરીશ, અને ત્યાર બાદ શક્યતાના સવાલ વિશે.
મારે કશો વાંધો નથી; આગળ ચલાવો.
પહેલાં તો હું માનું છું કે આપણું શાસનકર્તાઓ અને એમના સહાયકને જે નામ આપવામાં આવ્યાં છે એ નામને એ (૪) લાયક હોય, તે એકમાં આજ્ઞા પાળવાની મરજી હોવી જોઈએ અને બીજામાં આજ્ઞા કરવાની શક્તિ હોવી જોઈએ; પાલકોએ પોતે કાયદાનું પાલન કરવું જોઈએ, અને જે કાયદાની કઈ પણ વિગત એમને સુપ્રત કરવામાં આવી હોય, તેના રહસ્યનું એમણે અનુકરણ પણ કરવું જોઈએ.
તેણે કહ્યું : એ ખરું છે.
મેં કહ્યુંઃ તમે એમના કાયદા ઘડનાર છે, અને તમે પુરુષોની પસંદગી કરી છે, તે તમે જ હવે સ્ત્રીઓને પણ પસંદ કરે અને પુરુષોને તે સપ;સ્ત્રીઓ સ્વભાવમાં બનતાં સુધી એમના જેવી જ હોવી જોઈશે; અને તેમને મજિયારી માલિકીના ઘરમાં રહેવું પડશે અને જમતી વખતે એક ઘાલમાં તેઓ ભેગાં મળશે. (સ્ત્રીઓ કે પુરુષો ) એમની કોઈની પાસે એક પણ વસ્તુ ખાસ કરીને પોતાની (ખાનગી) માલિકીની નહિ હોય; તેઓ ભેગાં રહેશે; અને તેમને (૬) ભેગાં ઉછેરવામાં આવશે, તથા શારીરિક કસરત કરતી વખતે એકઠાં થશે. અને આ રીતે પિતાના સ્વભાવની અંતર્ગત આવશ્યકતાને લીધે એક બીજાના સંબંધમાં આવવા તેઓ પ્રેરાશે– હું માનું છું આવશ્યક્તા એ કંઈ બહુ ભારે શબ્દ નથી ?
તેણે કહ્યું: હા–આવશ્યકતા–કંઈ ભૂમિતિની નહિ પણ બીજા જ પ્રકારની આવશ્યક્તા, જેને પ્રેમીઓને અનુભવ હોય છે, અને જન