________________
પરિચ્છેદ પ
અને લગ્ન તથા જન્મના કાયદાઓમાં આને (આવાં જુઠ્ઠાણાંઓને) કાયદેસર ઉપયાગ કરવાની જરૂર પડે એ શકય લાગે છે.
·
૧૫૮
કઈ રીતે ?
મેં કહ્યું : કેમ, આપણે સિદ્ધાન્ત કયારને ધડી કાઢયેા છે કે સ્ત્રીપુરુષોમાં જે સૌથી સારાં હોય તેમણે સૌથી સારાંની સાથે ખતી શકે તેટલી વધારે વાર, અને જે નબળાં હેાય તેમણે નબળાંની સાથે બને તેટલું ઓછું મળવું જોઈએ; અને જો ટાળાંને ( પ્રજાને ) સૌથી સારી સ્થિતિમાં રાખવું ( ૪ ) હાય, તેા પહેલા પ્રકારનાં બાળકા ઉછેરવાં જોઈ એ, અને ખીજાનાં નહિ. હવે આ બધી વ્યવસ્થા તદ્દન ગુપ્ત રહેવી જોઈશે અને ( આ બધું કેમ બને છે ) એની માત્ર શાસનકર્તાઓને જ ખબર હોવી જોઈએ, અને નહિ તેા વધારામાં આપણું ટાળું— પાલકાના નિર્દેશ આપણે એ રીતે કરી શકીએ— અળવા કરી મૂકે એવા ભય રહેશે.×
બહુ જ સાચું.
આપણે વરકન્યાઓને ભેગાં લાવી શકીએ એ માટે અમુક ઉત્સવો ચાજીએ તેા વધારે સારું નહિ ? અને ( એ વખતે ) યજ્ઞા થાય તથા આપણા (૪૬૦) કવિઓએ રચેલાં લગ્નનાં પ્રસંગને અનુરૂપ ગીતા પણ ગવાયઃ લગ્ગાની સંખ્યા કેટલી રાખવી એ બાબત શાસનકર્તાઓની વિવેકમુદ્ધિ પર આપણે છોડવી પડશે. તેમના હેતુ એક ંદરે કુલ વસ્તી ટકાવી રાખવાના હરશે. જેટલે અંશે એ સકય હોય તેટલે અંશે રાજ્યને બહુ મોટું કે બહુ નાનું થતું અટકાવવા માટે એમને બીજી કેટલીયે ખાખતા વિશે વિચાર કરવા પડશે જેવી કે લડાઈ એની અને રાગેાની અને એના જેવાં બીજા કારણેાની અસરો. તેણે જવાબ આપ્યા : જરૂર.
× અહીં શાસનકર્તા તથા પાલકા વચ્ચે ભેદ પાડયો લાગે છે, Rulers, Guardians, and Auxiliaries એવા ત્રણ વિભાગા પ્લેટોને અભિપ્રેત છે,