________________
બનાવવાની તથા બગડે નહિ એ રીતે ખોરાકને સંઘરી રાખવાની કળા, જે બધામાં સ્ત્રી જાત વસ્તુતઃ મહાન દેખાઈ આવે છે, અને પુરુષ એમાં એને હરાવી દે એ તે તદ્દન બેહુદું લાગે છે, તો પણ
–(ભારા સિદ્ધાન્તને સાચે સાબીત કરવા માટે ) આ વિશે વધારે () બોલીને મારે શું વખત ગુમાવવાની જરૂર છે?
તેણે કહ્યું: સ્ત્રી જાતમાં સામાન્ય રીતે કંઈક ન્યૂનતા રહેલી છે એવું કે તમે પ્રતિપાદન કરે છે એ તદ્દન ખરું છે; જે કે ઘણું સ્ત્રીઓ ઘણી બાબતોમાં ઘણા પુરુષે કરતાં શ્રેષ્ઠ હોય છે છતાં સામાન્ય રીતે તમે જે કહો છે તે ખરું છે.
અને મારા મિત્ર, જે એમ હોય તે રાજને વહીવટ કરવાની એકે એવી વિશિષ્ટ શક્તિ નથી, જે સ્ત્રીમાં એ સ્ત્રી છે એટલા માટે, અથવા પુરુષમાં એની જાતિને લીધે વસે છે; પરંતુ (મનુષ્ય) સ્વભાવની શક્તિઓ બંનેમાં સરખી રીતે વહેંચાયેલી () છે; પુરુષોના તમામ ધંધાઓ સ્ત્રીઓ પણ કરી શકે છે, પણ એ બધામાં પુરુષ કરતાં સ્ત્રીમાં ન્યૂનતા હોય છે.
સાવ સાચું.
ત્યારે આપણું તમામ કાયદાઓ શું પુરુષોને જ લાગુ પાડવા અને એમાંના કોઈ પણ સ્ત્રીઓને લાગુ ન જ પાડવા ? .
એ કદી ન ચાલે.
(૪૫૬) કોઈ સ્ત્રીમાં સારવાર કરવાની શક્તિ હોય, બીજામાં ન હોય; કોઈને સંગીત પ્રિય હોય બીજીના સ્વભાવમાં સંગીત બિલકુલ ન હોય?
સાવ સાચું.
અને કોઈ એક બાઈની વૃત્તિ લશ્કરી કસરત અને શારીરિક કેળવણી તરફ ઢળતી હોય, તે બીજીમાં લડાયક વૃત્તિ જરા પણ ન ન હોય અને શારીરિક કેળવણુને એ ધિક્કારતી હોય?