________________
૪૫૩
મેં કહ્યું કેમ હાસ્તો, પણ વસ્તુસ્થિતિ એ છે કે માણસને માથાબૂડથી વધારે પાણી થઈ જાય, પછી એ નહાવાના નાના કુંડમાં પડ્યો હોય કે ભર દરિયામાં, પણ એને તો કરવું જ પડે છે.
સાવ સાચું.
અને આપણે શું તરીને કિનારે પહોંચવાને પ્રયત્ન કરવો ન જોઈએ: એરિયનનું ભણ્ય કે કોઈ બીજી ચમત્કારિક મદદ આપણને અચાવી લેશે એવી આપણે આશા રાખીશું?
(૬) તેણે કહ્યું હું એમ ધારું છું.
ઠીક ત્યારે, બચવાને કોઈ માર્ગ મળી આવે છે કે નહિ તે આપણે જોઈએ. આપણે એટલાને સ્વીકાર કર્યો હત—કેમ કર્યો હતો ને ?—કે ભિન્ન સ્વભાવવાળા માણસના ધંધા ભિન્ન હોવા જોઈએ અને પુરુષે તથા સ્ત્રીઓના સ્વભાવ ભિન્ન છે. અને હવે આપણે (પાછા) શું કહીએ છીએ ?—કે ભિન્ન સ્વભાવના ધંધા એક જ હોવા જોઈએ,–જે અસંગતિ દોષ આપણા પર લાદવામાં આવે છે તે આ છે.
બરાબર એ જ.
(૫૪) કહ્યું? ખરું કહું તે, ગ્લાઉન, (ઉપરછલા) વિરોધાભાસની કલાની શક્તિ અદ્દભુત છે!
તમે એમ કેમ કહો છો?
કારણ હું માનું છું કે ઘણયે માણસોને એમની ઇચ્છા વિરુદ્ધ એની ટેવ પડી જાય છે. માણસ પોતે જે વિશે બેલત હોય તેની વ્યાખ્યા ન આપી શકે તથા એના વિભાગો પાડી ન શકે અને એ કારણે એનું જ્ઞાન પ્રાપ્ત ન કરી શકે, એટલા જ માટે જ્યારે એને એમ લાગતું હોય કે પિતે (શુદ્ધ) બુદ્ધિથી તર્ક કરે છે, ત્યારે એ માત્ર (ખે) વાદ જ કરતા હોય છે; અને શુદ્ધ ચર્ચાની નહિ પણ વિતંડાની