________________
૪૫ર
૨૪૪
જ્યારે પહેલાં ક્રીટન લેકેએ અને પછી લેસિડિમેનિયન લે એ એ રિવાજ દાખલ કર્યો, ત્યારે એ વખતના ચતુર (૩) લેકેએ નવા રિવાજની એટલી જ હાંસી કરી હશે.
નિઃશંક.
પરંતુ જ્યારે અનુભવથી એમ સાબીત થયું કે તમામ વસ્તુઓનું આચ્છાદન કરવા કરતાં એને ખુલ્લી રાખવી એ વધારે સારું છે તથા બુદ્ધિએ પ્રતિપાદન કરેલા વધારે સારા સિદ્ધાન્ત આગળ, બાહ્ય દષ્ટિબિંદુએ દેખાતી હાસ્યસ્પદ અસર ઉડી જવા પામે ત્યારે જે માણસ મૂર્ખાઈ કે દુર્ગુણ સિવાયનાં બીજા કોઈ પણ દશ્ય તરફ પિતાનાં (રૂ) ઉપહાસનાં બાણ છોડતો હોય, અથવા સારા કે ઇષ્ટ સિવાયનાં બીજાં કઈ પણું ધોરણથી સૌંદર્યનું મૂલ્ય આંકવા તેને ખરેખર મન થઈ આવતું હોય તે પોતે જ) મૂખે છે એમ દેખાઈ આવે છે.
તેણે જવાબ આપે : સાવ સાચું. '
ત્યારે પહેલાં પ્રશ્ન ઉપહાસમાં પૂછવામાં આવે (૪૫૩) કે સુજ્યથી, પરંતુ આપણે સ્ત્રીને સ્વભાવ સમજે જોઈશે? પુરુષોનાં કામમાં, સવશે કે થોડે અંશે તે ભાગ પડાવવાને શકિતમાન છે કે બિલકુલ નથી ? અને લડાઈની કળા, શ્રી ભાગ લઈ શકે એવી કળામાંની એક છે કે ન લઈ શકે એમાંની છે ?–એનાથી જ આપણે આપણું અન્વેષણની શરૂઆત સારામાં સારી રીતે કરી શકીશું, અને કદાચ એ દ્વારા જ સારામાં સારું અનુમાન પણ બાંધી શકીશું.
એ જ સારામાં સારો માર્ગ છે.
શું પહેલાં આપણે સામે પક્ષ લઈશું અને આપણું વિરુદ્ધની દલીલથી શરુ કરીશું? આ પદ્ધતિમાં વિધીના પક્ષનું પ્રતિપાદન થયા વિના નહિ રહે. *
૧ અહીં મૂળ ગ્રીકમાંના પાઠ પર એક નોંધ છે. * સરખા પહેને પામેનાઈડીઝ નામને સંવાદ,