________________
૧૪૨
પરિચ્છેદ પ
અનુમાન એવું થયું એમ હું માનું છેં.
મેં કહ્યું : ઉલટું એમ પણ બને કે આપણી દરખાસ્તામાંની કેટલીકને જો અમલમાં મૂકવામાં આવે તે તે સાધારણ હાવાને લીધે હાસ્યાસ્પદ દેખાશે.
એ વિશે શંકા નથી.
હા, અને પુરુષો સાથે પાલીસ્ટ્રામાં વ્યાયામ કરતી નગ્ન સ્ત્રીઓનું દૃશ્ય —ખાસ કરીને તે જ્યારે યુવાન મટી આધેડ વયનાં થયાં હરો ત્યારે—સૌથી (૬) વધારે હાસ્યાસ્પદ થઈ પડશે; ઉત્સાહી વૃદ્ધ પુરુષા, ( પેાતાના શરીર પર વળેલી) કરચલીઓ અને કુરૂપતા છતાં વ્યાયામશાળામાં નિયમિત જતા હશે એ દૃશ્ય જેમ સુંદર નથી, તેમ જ આ ( સ્ત્રીઓ પણ ) જરૂર કંઈ સૌનું દૃશ્ય નહિ લાગે.
તેણે કહ્યું : હા, ખરેખર, આજના ખ્યાલ પ્રમાણે તેા દરખાસ્ત હાસ્યાસ્પદ ગણાશે.
મેં કહ્યું: પણ આપણે આપણા મનના વિચાર કહી નાંખવાના નિશ્ચય જ કર્યાં છે, તેા આ પ્રકારના નવા રિવાજની ચતુર માણસા મશ્કરી કરે તે આપણે ડરી નહિ જઈ એ; શારીરિક અને માનસિક કેળવણીના ક્ષેત્રમાં સ્ત્રીઓ જે કંઈ સંપાદન કરશે તે વિશે, અને સૌથી વધારે ( ૪ ) તા તેમનાં ઘોડા પર બેસવાં અને બખ્તર પહેરવાં—એ વિશે તેએ (કાણ જાણે) કેવી કેવી વાતા કરશે!
તેણે જવાબ આપ્યો : સાવ સાચું.
પણ આપણે શરૂઆત કરી છે તેા નિયમોનાં વિકટ સ્થાને ( કલમા ) પ્રત્યે આપણે આગળ વધવું જોઈ એ; અને સાથે સાથે · પેાતાના જીવનમાં (કાઈ દિવસ ન થયા હોય તેા પણ) એક વાર તે ગંભીર થવાની આ સગૃહસ્થાને આજીજી કરીશું. આપણે તેમને યાદ આપીશુ` કે જે અભિપ્રાય સામાન્ય રીતે જંગલીમાં હાલ પ્રચલિત છે તે અભિપ્રાય હેલેનિક લેાકેામાં થાડા વખત અગાઉ પ્રચલિત હતા, અને તે એ કે નમ્ર મનુષ્યનું દૃશ્ય હાસ્યાસ્પદ અને અયાગ્ય હતું; અને