________________
૨૪૦
પરિછેદ પર ઓછો ગુને છે. અને મિત્રો કરતાં દુશ્મનની વચ્ચે આ જાતનું જોખમ ખેડવા હું વધારે તૈયાર છું, અને તેથી તમે મને ઉત્તેજન આપો છો (૨ ) એ ઠીક કરે છે.
ગ્લાઉોને હસીને કહ્યુંઃ ભલે, ત્યારે સેક્રેટિસ, તમે કે તમારી દલીલ અમને કશી ગંભીર ઈજા કરશે, તો તમને અગાઉથી નરહત્યાના પાપમાંથી મુક્ત કરીશું અને તમને ધૂર્ત ગણવામાં નહિ આવે; તે હિંમત રાખો અને બેલો.
મેં કહ્યું? વારુ કાયદો એમ કહે છે કે જ્યારે માણસને છોડી મૂકવામાં આવે છે, ત્યારે તે અપરાધમાંથી મુક્ત થાય છે, અને કાયદામાં જે માન્ય છે તે દલીલમાં માન્ય હોઈ શકે. '
તો (હ) તમારે વાંધે છે છે?
મેં જવાબ આપ્યો : વારુ, હું ધારું છું કે મારે (દલીલમાં પાછાં (૩) પગલાં ભરવાં પડશે, અને યોગ્ય સ્થળે મારે જે કદાચ કહેવું જોઈતું હતું એ (અત્યારે) કહેવું પડશે. પુરુષનો પાઠ ભજવાઈ ચૂક્યો છે અને હવે સ્ત્રીઓનો વારો આવે એ પૂરતું યોગ્ય છે. તમે મને આમંત્રણ આપ્યું છે તે વધારે તત્પરતાથી એમને વિષે હું બેલવું શરુ કરીશ.
આપણે જ્યારે એમ કહ્યું કે પુરુષોએ ટોળાના પાલકે અને રખેવાળ કૂતરાઓ થવાનું છે–ત્યારે અસલ જે રસ્તે આપણે પ્રસ્થાન કર્યું હતું તે રસ્તે રસ્તે જવું–તે જ પદ્ધતિ આપણું પુરવાસીઓની જેમ જન્મેલા અને (તેમના જેવું) શિક્ષણ પામેલા માણસોના સંબંધમાં મારા અભિપ્રાય અનુસાર, સ્ત્રીઓ અને બાળકની માલિકી અને ઉપયોગ વિષેના ખરા અનુમાન પર આવવાનો માર્ગ છે.
ખરું.
(૪) આપણી સ્ત્રીઓના જન્મ અને કેળવણમાં એ જ અથવા લગભગ એવા જ નિયમનું પાલન થશે એટલે આપણે વધારામાં માની
૧. ૨. અહીં મૂળમાંના પાઠાંતરા વિશેની બે નેંધ છે.