________________
૨૩૮
પરિચછેદ ૫
મેં કહ્યું. આ રીતે મારા પર આક્રમણ કરવામાં તમે શું કરી રહ્યા છો એની તમને ખબર નથીઆપણું રાજ્ય વિશે તમે વળી કેવી રીતે દલીલ ઉઠાવો છો! મેં પૂરું કર્યું છે એમ હજી તે હું વિચાર કરતો હતું, અને આ પ્રશ્નને મેં સુવાડી દીધો છે એથી ખૂબ ખુશી થતો હતો તથા મેં એ વખતે જે કહ્યું તેને તમે સ્વીકાર કર્યો તેથી હું કેટલે નસીબદાર હતો એ વિશે વિચાર કરતો હતો, ત્યાં તમે કેવા દુશ્મન ઊભા કરે છો એ ન જાણતા હોવાથી (૩) તમે ઠેઠ પાયાથી ફરી શરુ કરવાનું કહો છો. આ મુશ્કેલીનાં વાદળ ઘેરાતાં મેં જોયાં હતાં અને તેથી મેં તેને પરિહાર કર્યો.
પ્રેસીસેકસે કહ્યું. અમે અહીં શા માટે આવ્યા છીએ એમ તમે ધારે છો–સોનું મેળવવા કે પ્રવચન સાંભળવા ? “ હા, પણ પ્રવચનને અંત હોવો જોઈએ ને ?
ગ્લાઉકોને કહ્યું: હા, સેક્રેટિસ, અને સમસ્ત જીવન જ આવાં પ્રવચન સાંભળવા માટેની એક માત્ર સીમા હોઈ શકે એમ વિવેકી (૪) પુરુષે કહે છે. પણ તમે અમારી ચિંતા કરશો નહિ. તમે પોતે સ્વસ્થ થાઓ અને તમારી પદ્ધતિ અનુસાર પ્રશ્નનો જવાબ આપઃ આપણુ પાલકોમાં સ્ત્રીઓ અને બાળકની ક્યા પ્રકારની સામાજિક વ્યવસ્થા અમલમાં મૂકાશે ? અને જન્મ તથા કેળવણી વચ્ચેના જે સમયમાં અત્યંત સંભાળ રાખવાની જરૂર છે એની તમે શી વ્યવસ્થા કરશો ? આ બાબતો વિશે કેવી જોગવાઈ કરવામાં આવશે તે અમને કહે,
હા, મારા ભલા મિત્ર, પણ જવાબ સહેલાઈથી ઉલટો જ છે; આપણા અગાઉના અનુમાનેના કરતાં આ વિશે કેટલીય વધારે શંકાઓ ઊભી થાય છે કારણ (એક તો) જે કહેવામાં આવ્યું છે તેના વ્યવહારુપણું વિશે શંકા થાય, અને બીજા દષ્ટિબિંદુથી જોતાં, જે તે કદી વ્યવહારુ થઈ શકે તે પણ એ યોજના સારા માટે છે કે નહિ એ પણ (૬) શંકાસ્પદ છે. આથી રખેને આપણી (આદર્શ માટેની) અભીપ્સા માત્ર
* સરખા પરિ. ૬, ૪૯૮-૩,