________________
૨૪૬
પરિચ્છેદ ૫ પદ્ધતિ અનુસાર ફક્ત શાબ્દિક વિરોધને એ વળગી રહે છે.
તેણે જવાબ આપેઃ હા, એવું ઘણી વાર બને છે; પણ આપણને અને આપણી દલીલને એની સાથે શું સંબંધ છે?
(ક) ઘણો જ; કારણ (કશા પણ) ઇરાદા વગર શાબ્દિક વિરોધમાં આપણે ફસાઈ પડીએ એવો ભય અવશ્ય રહે છે.
કઈ રીતે?
કેમ જે ભિન્ન સ્વભાવવાળાં માણસોના ધંધા જુદા જુદા હોવા જોઈએ—એવા શાબ્દિક સત્યને આપણે બહાદુરીથી અને ધૃષ્ટતાથી વળગી રહીએ છીએ, પરંતુ સ્વભાવની ભિન્નતા કે એકતાને અર્થ
છે, અથવા ભિન્ન સ્વભાવવાળાં માણસોને જુદાં અને સમાન સ્વભાવવાળાંને એક જ જાતનાં કામ સંપતી વખતે એ ભેદ શા માટે પાડ્યો તે વિશે આપણે કદી જરા પણ વિચાર કરતા નથી.
તેણે કહ્યું કેમ-ના-એ વિશે આપણે કદી વિચાર કર્યો નથી.
() કહ્યુંઃ ધારે કે ઉદાહરણ તરીકે આપણે એક પ્રશ્ન પૂછીએ કે (માથે) ટાલવાળા અને વાળવાળા માણસના સ્વભાવમાં વિધિ છે કે નહિ? અને જો આપણે આનો સ્વીકાર કરીએ, તો પછી ટાલવાળા માણસે જે મેચી બન્યા હોય તો વાળવાળા માણસોને મોચી થવાની આપણે મના કરવી જોઈએ, અને ( એ જ રીતે એનાથી) ઉલટું પણ? +
તેણે કહ્યું: એ તે મશ્કરી કરી ગણાય.
* Distinction between 'Eristikë' and 'Dialectikë'.
અવાસ્તવિક : વસ્તુને સ્પર્શ કરી ન શકે, તે ખાલી વિતંડાવાદ અને બીજે તલસ્પર્શી બુદ્ધિને વ્યાપાર.
+ વસ્તુ તવ સાથે સંબંધ ધરાવતા આવશ્યક ધર્મ તથા આકસ્મિક ધર્મ વચ્ચેને આ ભેદ છે. Accident and Essence