________________
પરિચછેદ ૫
(૪૪) સારું અને સાચું નગર અથવા રાજ્ય આવું છે, અને સારા અને સાચા માણસના ઘડતરને નમૂન * પણ આ જ છે; અને જે આ ખરું છે તો બીજું બધું ખોટું છે; અને જે કઈ અનિષ્ટ છે તે માત્ર રાજ્યની વ્યવસ્થાને જ નહિ પરંતુ વ્યક્તિગત આત્માના (બંધારણના) નિયમનને પણ હાનિ પહોંચાડે છે અને એ ચાર સ્વરૂપે દેખા દે છે.
તેણે કહ્યું: એ કયાં છે ?
ચાર અનિષ્ટ રૂપે એક પછી એક જે પરંપરામાં ઉતરી (9) આવતાં મને દેખાય છે એ વિશે હું કહેવા જતો હતો, ત્યાં પિલિમાર્કસ જે એડેઈમેન્ટસની પેલી તરફ થોડે દૂર બેઠે હતું, એ તેને કંઈ કાનમાં કહેવા લાગ્યઃ પિતાને હાથ લંબાવીને એને ડગલાના ઉપરના ભાગને તેણે ખભા પાસેથી પકડશે, અને એને પિતા તરફ ખેંચો, અને પોતે તેની તદ્દન નજીક આવે એ રીતે આગળ નમે અને એના કાનમાં કંઈ કહેવા લાગ્યું, જેમાંના મારે કાને તે એટલા જ શબ્દ પડ્યા–“આપણે એને જવા દઈશું કે શું કરીશું ?'
ઍડેઈમેન્ટસે અવાજ મેટ કરીને કહ્યું: બિલકુલ નહિ. મેં કહ્યું તમે જેને જવા દેવાની ના પાડે છો તે કોણ છે? તેણે કહ્યું: તમે,
() ફરીથી કહ્યું મને જ ખાસ શા માટે જવા દેવામાં નહિ આવે ?
* Plato's 'idea' is also a pattern ('Paradeig ma’). પ્લેટની ફિલસૂફી અનુસાર, તો (Ideas) આદર્શો છે, તેમ નમૂના અથવા બીબાંઓ પણ છે, ઉ. ત. સારું અને સાચું નગરરાજ્ય તથા સારા અને સાચા માણસના બંનેના બંધારણનું બીબું અથવા તત્ત્વ એક જ છે એ બંનેનાં અંગો અને તેમના અન્ય સંબંધો એકસરખા છે,