________________
૪૫
૨૩
મેં કહ્યું : દલીલ એટલી ઊર્ધ્વ ગયેલી લાગે છે કે જાણે. વિચારને કઈ શિખર પરથી માણસ નીચે નજર કરે અને જુએ કે સગુણ તે એક છે, પણ દુર્ગુણનાં રૂપો અસંખ્ય છે; પરંતુ નોંધવા લાયક તો ચાર વિશિષ્ટ રૂપો જ છે.*
તેણે કહ્યું: તમારે અર્થ શું છે ?
મેં જવાબ આપ્યો : હું એમ કહેવા માગું છું કે રાજ્યનાં જેટલાં ભિન્ન સ્વરૂપો છે તેટલાં જ સ્વરૂપો આત્માનાં છે એમ દેખાય છે.
કેટલાં ? (૩) મેં કહ્યું: રાજ્યનાં પાંચ અને પાંચ આત્માનાં. એ કયાં ?
મેં કહ્યું : પહેલું તે આપણે જેનું વર્ણન કરતા આવ્યા છીએ એ જ, અને એક વિખ્યાત વ્યક્તિથી રાજનો અમલ ચાલતું હોય કે વધારેથી તે અનુસાર અનુશાસન કે શિષ્ટશાસન * એવાં બે નામે તેને આપી શકાય.
તેણે જવાબ આપ્યોઃ ખરું.
પણ એ બંને નામે માત્ર એક પ્રકારનું (એક જ પ્રકારના રાજ્યનું) વર્ણન (7) કરે છે એમ હું માનું છું, કારણ આપણે ધારી છે એ પદ્ધતિ પ્રમાણે જે શાસનકર્તાઓને કેળવવામાં આવ્યા હોય, તો (પછી) રાજ્યની લગામ એકના હાથમાં હોય કે વધારેના હાથમાં હોય, તો પણ રાજ્યના મૂળભૂત નિયમોનું રક્ષણ થશે.
તેણે જવાબ આપે એ ખરું છે.
* સરખાવો નીચે પરિ. ૮, ૫૬૮-૩.
* અંગ્રેજીમાં Monarchy and Aristocracy છે, પરંતુ આધુનિક પ્રચલિત અર્થમાં એ વપરાયા નથી.