________________
२१
મેં કહ્યું : કેમ-જે આરોગ્યમય છે એ આરોગ્ય અપે છે, અને જે રેગિષ્ટ છે તે રાગનું કારણભૂત થાય છે.
હા..
(૩) અને ધર્માચરણથી ધર્મ ઉત્પન્ન થાય છે, અને અધર્મચરણ અધર્મનું કારણભૂત શું નથી થતું?
એ ચકકસ છે.
અને આરોગ્ય ઉત્પન્ન થાય એને અર્થ જ એ કે શરીરનાં અંગમાં એક ઉપર બીજું (અંગ) શાસન કરે, અને (એ રીતે) સ્વભાવસિદ્ધ વ્યવસ્થાનું બંધારણ (અસ્તિત્વમાં આવે); અને આ સ્વાભાવિક વ્યવસ્થાની વિધી વસ્તુસ્થિતિ અસ્તિત્વમાં આવે એનું નામ જ રેગનું ઉત્પન્ન થવું–ખરું ને?
'ખરું.
અને ધર્મના સર્જનનો અર્થ શું એ નથી કે આત્માના અંશમાં એક ઉપર બીજે (અંશ) શાસન કરે અને સ્વભાવસિદ્ધ વ્યવસ્થાનું સ્થાપન કરે; અને આ સ્વાભાવિક વ્યવસ્થાની વિધી વસ્તુસ્થિતિ અસ્તિત્વમાં આવે એનું નામ જ શું અધર્મની ઉત્પત્તિ નથી?
તેણે કહ્યું: બરાબર એમ જ.
ત્યારે તો સગુણ એટલે આત્માનું આરોગ્ય અને (૬) સૌંદર્ય અને શ્રેય, તથા દુર્ગુણ એટલે આત્માને રોગ અને નિર્બળતા અને કરૂપતા ખરું ને?
ખરું.
અને સારાં આચરણે સદ્ગણ તરફ દોરી જાય છે, અને દુષ્કૃત્યે દુર્ગુણ તરફનહિ?*
અવશ્ય. (૪૫) છતાં ધર્મ અને અધર્મના તુલનાત્મક લાભાલાભના
* Cf. The relation betweer 'Energeia' and D y n a m i s' in Aristotle વૃત્તિસંચાર .