________________
૪૨૬
૧૯૫
તેણે કહ્યું : હા, ઊપજે છે પણ એમાંના બધા માટે નહિ, કારણુ એમાંના કેટલાક એવા હાય છે જે લેકેાની પ્રશંસાને લીધે ભરમાઈ જઈ પાતે ખરેખરા રાજદ્વારી પુરુષા છે એમ માનતા થઈ જાય છે, અને આવાની કંઈ બહુ પ્રશંસા કરવા જેવું નથી.
મેં કહ્યુંઃ એટલે? ( ઊલટું) એમને માટે તેા તમને વધારે લાગવું જોઈ એ. કાઈ માણસને માપતાં ન આવડતું હાય, તથા ખીજા એવા ઘણાયે જેમને પણ માપતાં ન આવડતું હોય તેવા જ્યારે એમ જાહેર (૬) કરે કે એ ચાર હાથ ઊંચા છે, ત્યારે પેલા માણસને એ માનવું જ પડે ને ?
તેણે કહ્યું: ના, એ દાખલામાં તે અવશ્ય નહિ.
વારુ, ત્યારે એમના પર ગુસ્સે ન થાએ; કારણ હું વર્ણન કરતા હતા એવા નાના નાના સુધારા તેઓ કરતા હાય ત્યારે જાણે તેઓ કાઈ નાટક ભજવતા હોય એવું નથી લાગતું; તેએ હંમેશાં એમ કલ્પના કરે છે કે કાયદાઓ ઘડી ઘડીને કરારોમાં થતાં કટાને, તથા હું ઉલ્લેખ કરતા હતા તેવી બીજી બદમાશીને તે અંત આણી શકશે, પરંતુ એમને ખબર નથી કે વસ્તુતઃ તેએ અનંત માથાવાળા રાક્ષસનાં× ડેાકાં કાપવાના પ્રયત્ન કરે છે !
(૪૨૭) તેણે કહ્યું : હા તે એમ જ કરે છે.
મે કહ્યું: મારો ખ્યાલ એવા છે કે દુર્વ્યવસ્થિત કે સુવ્યવસ્થિત રાજ્યમાં શું કાયદાઓ કે શું બંધારણની સાથે સબંધ ધરાવતાં આ જાતનાં શાસના ઘડી કાઢવાની તસ્દી સાચા ન્યાયપ્રવર્તક પોતે નહિ લે; કારણ પહેલા રાજ્યમાં એ તદ્દન બિનઉપયાગી છે, અને ખીજામાં એ ઘડી કાઢવાની કદી કશી મુશ્કેલી નહિ પડે, અને ઘણા તે આપણા અગાઉના નિયમેામાંથી સ્વાભાવિક રીતે ઉતરી આવશે.
(વ) તેણે કહ્યું: ત્યારે કાયદા ઘડવાનું આપણું કયું કામ હજી બાકી રહ્યું છે?
× ‘H y d r a’ એવું પ્રાણી છે કે જેનું એક માથુ કાપા કે તુરત જ ખીજુ` ઊગે,